શોધખોળ કરો
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ માટે વિલન બનેલ આ ખેલાડીએ જીતી લીધા દિલ, કર્યો આ મોટો નિર્ણય
28 વર્ષનો બેન સ્ટૉક્સ ભલે ઇંગ્લેન્ડની ટીમનો જીવ હોય, પરંતુ તેનો જન્મ ઇંગ્લેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો.

LONDON, ENGLAND - JULY 14: Ben Stokes of England acknowledges the crowd after victory during the Final of the ICC Cricket World Cup 2019 between New Zealand and England at Lord's Cricket Ground on July 14, 2019 in London, England. (Photo by Clive Mason/Getty Images)
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના ફાઈનલમાં મેન ઓફ ધ મેચ રહેલ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ન્યૂઝીલેન્ડ ઓફ યર માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે સ્ટોક્સે આ એવોર્ડ લેવાની ના પાડી દીધી છે. સ્ટોક્સનું કહેવું છે કે, આ એવોર્ડનો અસલી હકદાર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન છે જેણે પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી. 28 વર્ષનો બેન સ્ટૉક્સ ભલે ઇંગ્લેન્ડની ટીમનો જીવ હોય, પરંતુ તેનો જન્મ ઇંગ્લેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ અને સુપર ઑવર ટાઈ રહી હતી અને મેચનું પરિણામ વધારે બાઉન્ડ્રી મારનાર ઇંગ્લેન્ડનાં પક્ષમાં ગયું હતુ.
Cricket - ICC Cricket World Cup - England v Bangladesh - Cardiff Wales Stadium, Cardiff, Britain - June 8, 2019 England's Ben Stokes Action Images via Reuters/John Sibley સ્ટૉક્સે સોશિયલ મીડિયા પર લખેલા સંદેશમાં લખ્યું હતુ કે, ‘હું વર્ષનો ન્યૂઝીલેન્ડર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવતા ખુશ છું.’ તેણે કહ્યું કે, “મને ન્યૂઝીલેન્ડ અને મારી માઓરી વિરાસત પર ગર્વ છે, પરંતુ મારા પ્રમાણે આ પ્રતિષ્ઠિત એવૉર્ડ માટે મારું નૉમિનેશન યોગ્ય નહીં હોય. ઘણા લોકો છે જેમણે ન્યૂઝીલેન્ડ માટે ઘણું કર્યું છે અને મારાથી વધારે આના હકદાર છે.” સ્ટૉક્સે કહ્યું કે, “કેન વિલિયમ્સન ટૂર્નામેન્ટનો સૌથી શાનદાર ખેલાડી રહ્યો અને પ્રેરણાદાયી કેપ્ટન છે. તેણે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં પોતાની વિનમ્રતા બતાવી અને તે ઘણો સારો વ્યક્તિ છે. તે ન્યૂઝીલેન્ડવાસીઓ માટે ખરી ઓળખ છે. તે આ સમ્માન માટે ખરો હકદાર છે. ન્યૂઝીલેન્ડવાસીઓ તેનું સંપૂર્ણ સમર્થન કરો.”
Cricket - ICC Cricket World Cup - England v Bangladesh - Cardiff Wales Stadium, Cardiff, Britain - June 8, 2019 England's Ben Stokes Action Images via Reuters/John Sibley સ્ટૉક્સે સોશિયલ મીડિયા પર લખેલા સંદેશમાં લખ્યું હતુ કે, ‘હું વર્ષનો ન્યૂઝીલેન્ડર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવતા ખુશ છું.’ તેણે કહ્યું કે, “મને ન્યૂઝીલેન્ડ અને મારી માઓરી વિરાસત પર ગર્વ છે, પરંતુ મારા પ્રમાણે આ પ્રતિષ્ઠિત એવૉર્ડ માટે મારું નૉમિનેશન યોગ્ય નહીં હોય. ઘણા લોકો છે જેમણે ન્યૂઝીલેન્ડ માટે ઘણું કર્યું છે અને મારાથી વધારે આના હકદાર છે.” સ્ટૉક્સે કહ્યું કે, “કેન વિલિયમ્સન ટૂર્નામેન્ટનો સૌથી શાનદાર ખેલાડી રહ્યો અને પ્રેરણાદાયી કેપ્ટન છે. તેણે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં પોતાની વિનમ્રતા બતાવી અને તે ઘણો સારો વ્યક્તિ છે. તે ન્યૂઝીલેન્ડવાસીઓ માટે ખરી ઓળખ છે. તે આ સમ્માન માટે ખરો હકદાર છે. ન્યૂઝીલેન્ડવાસીઓ તેનું સંપૂર્ણ સમર્થન કરો.” વધુ વાંચો





















