ઇંગ્લેન્ડે પોતાની અનોખી ટૂર્નામેન્ટ 'ધ હન્ડ્રેડ' માટે કોહલી-પંત અને બુમરાહને માંગ્યા, BCCI અને IPL ફ્રેન્ચાઇઝીઓને પણ કરી ભાગીદારીની ઓફર
ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થનારા સમાચાર પત્ર ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, ECBએ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)ને ધ હન્ડ્રેડમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત રમવાની સ્થિતિમાં એશિયન ટેલિવિઝન અધિકારોનો એક ભાગ આપવાની ઓફર કરી છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ માલિકોને ઇંગ્લેન્ડમાં આ વર્ષે જુલાઇમાં રમાનારી એક બિલકુલ અલગ પ્રકારની લીગ 'ધ હન્ડ્રેડ'માં ભાગીદારીની ઓફર કરી છે. રિપોર્ટ અનુસાર, આઇપીએલની તમામ આઠ ટીમોમાંથી પ્રત્યેકને 25 ટકા ભાગીદારીની ઓફર કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રૉયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇર્સે આમાં દિલચસ્પી બતાવી છે.
ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થનારા સમાચાર પત્ર ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, ECBએ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)ને ધ હન્ડ્રેડમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત રમવાની સ્થિતિમાં એશિયન ટેલિવિઝન અધિકારોનો એક ભાગ આપવાની ઓફર કરી છે.
રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે બીસીસીઆઇ અને ઇસીબીની વચ્ચે કૉવિડ-19 મહામરી શરૂ થયા પહેલા જ વાતચીત શરૂ થઇ ગઇ હતી. એવુ પણ કહેવામાં આવ્યુ છે કે જ્યારે ઇસીબી અધ્યક્ષ ઇયાન વૉટમૉર અને સીઇઓ ટૉમ હેરિસને ગયા મહિને ભારત અને ઇંગ્લેન્ડ ડે-નાઇટ ટેસ્ટ માટે અમદાવાદ આવ્યા હતા, તે તેમને બીસીસીઆઇ અધિકારીઓની સાથે ધ હન્ડ્રેડ પર ચર્ચા પણ કરી હતી. જોકે બીસીસીઆઇના બે વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે તેમને ધ હન્ડ્રેડ વિશે ઇસીબી અને બીસીસીઆઇની વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત વિશે ખબર નથી.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રૉયલ્સના માલિક મનોજ બડાલે અને કોલકત્તા નાઇટ રાઇડર્સના સીઇઓ અને એમડી વેન્કી મૈસૂરે થોડાક દિવસો પહેલા કહ્યું હતુ કે - જો ધ હન્ડ્રેડમાં રોકાણ કરવાનો મોકો મળે છે તો તે ચોક્કસપણે તેને હાથમાંથી નહીં જવા દે.
જોકે, ઇસીબીના પ્રસ્તાવ પર સહમતિ માટે બીસીસીઆઇ સાથે ખુબ માથાકુટ કરવી પડશે. મુખ્ય કારકોમાંથી એક કોહલી અને બુમરાહ જેવા ભારતીય સુપરસ્ટાર્સનો વર્કલૉડ હશે. આ ધ્યાનમાં રાખતા તે પોતાની તમામ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ માટે તમામ મેચો રમવા ઉપરાંત ભારત માટે પણ ત્રણેય ફોર્મેટ રમે છે.