શોધખોળ કરો
Advertisement
આ મહિલા ક્રિકેટર સ્ટમ્પની પાછળ થઈ ગઈ નગ્ન, તસવીર પોસ્ટ કરતાં લખ્યું- ગર્વ અનુભવું છું કે....
સારા ટેલર તાજાતરમાં દુનિયાભરમાં ચાલી રહેલ મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલ એક અભિયાનનો ભાગ બની છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડની 30 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન સારા ટેલર એક શાનદાર મહિલા ક્રિકેટર તરીકે ઓળકાય ચે. તે વિકેટની પાછલ જેટલી ઝડપી છે તેટલી જ વિકેટની આગળ બેટિંગમાં પણ તેનો કોઈ જવાબ નથી. સારાના નામે અનેક રેકોર્ડ છે. સારા પોતાની રમતને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે કોઈ અન્ય કારણે ચર્ચામાં આવી ગઈ છે.
સારા ટેલર તાજાતરમાં દુનિયાભરમાં ચાલી રહેલ મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલ એક અભિયાનનો ભાગ બની છે. સારાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોતાની ન્યૂડ તસવીર સાથે પોસ્ટમાં લખ્યું છે કે, જે લોકો પણ મને જાણે છે, તેમને ખબર છે કે આ મારૂ કમ્ફર્ટ ઝોન નથી, પરંતુ ગર્વ અનુભવું છું કે womenshealthukની પહેલ સાથે જોડાવવાની તક મને મળી. મને મારા શરીરથી હંમેશા કેટલીક સમસ્યાઓ રહી અને આ અભિયાનનો ભાગ બનવામાં મને તેમાથી કેટલીકનું નિરાકરણ પણ કરવું પડ્યું. આ ખુબ જ જાગરૂત કરનારો અનુભવ રહ્યો. દરેક છોકરી સુંદર દેખાય છે. યાદ રાખો, દરેક મહિલા સુંદર છે.
સારા ટેલર (Sarah Taylor)એ અત્યાર સુધીમાં કુલ 10 ટેસ્ટ રમી છે. જેમાથી તેણે 18.75ની સરેરાશથી 300 રન બનાવ્યા છે. જ્યારે 126 વન-ડેમાં તેણે 38.26 ની સારી સરેરાશથી 4056 રન બનાવ્યા છે. જેમાં સાત સેન્ચુરી અને 20 હાફ સેંચુરી પણ સામેલ છે. 147 તેનો હાઈએસ્ટ સ્કોર છે. ટી-20 ક્રિકેટમાં સારા ટેલરએ 90 મેચ રમી છે. જેમા 29.02ની સરેરાશથી 2177 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 16 હાફ સેંચુરી નોંધાયેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion