નવી દિલ્હી: વિરાટ કોહલીના ચાહકો દુનિયાભરમાં કંઈ ઓછા નથી. ક્રિકેટ પ્રેમીઓ પોતાના ફેવરીટ ક્રિકેટરની એક ઝલકને જોવા માટે હંમેશા આતુર રહેતા હોય છે. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી આપીએલમાં એક દર્શક વિરાટ કોહલીના આશીર્વાદ લેવા ક્રીઝ સુધી પહોંચી ગયો હતો.
2/7
આ ચાહકે વિરાટ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને તેને સ્ટેડિયમમાં લઈ ગયા હતા.
3/7
થોડા દિવસ અગાઉ પણ એક ચાહક ધોનીને મળવા દોડી ગયો હતો અને તેના પગ સ્પર્શ કર્યા હતા. અને ધોની તેને આશીર્વાદ પણ આપ્યા હતા.
4/7
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઈનિંગ્સ દરમિયાન એક દર્શક રેલિંગ કૂદીને સુરક્ષા ઘેરાને તોડીને મેદાન પર પહોંચી ગયો હતો અને નોન સ્ટ્રાઈક પર ઉભેલા વિરાટ કોહલીના પગે લાગી આર્શીવાદ લીધા હતા.
5/7
આ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ 40 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 રન બનાવ્યા હતા. અને આરસીબીને જીત અપાવી હતી.