FIFA Earning: દુનિયાભરમાં ફૂટબોલની રમતને મેનેજ કરતી સંસ્થા FIFA કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા?
FIFA આખી દુનિયામાં ફૂટબોલનું સંચાલન કરે છે. ફિફા વર્ષે હજારો કરોડો રૂપિયાની કમાણી કરે છે
FIFA Earning: FIFA આખી દુનિયામાં ફૂટબોલનું સંચાલન કરે છે. ફિફા વર્ષે હજારો કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે કેવી રીતે કમાય છે. ફિફા દર ચાર વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરે છે, જેના માટે વિશ્વભરના ફૂટબોલ ચાહકો દિવાના થઈ જાય છે. આ સિવાય કેટલીક ઈવેન્ટ્સ છે જેનું આયોજન ફિફા દ્વારા ચોક્કસ સમયે કરવામાં આવે છે. જે દેશમાં ટુર્નામેન્ટ યોજાય છે તેને ફિફા તરફથી પૈસા મળે છે.
3️⃣ days to go! You KNOW these guys are ready 🇶🇦 🇪🇨 #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/fI42MCKM15
— FIFA World Cup (@FIFAWorldCup) November 17, 2022
આ સિવાય મોટી ઈનામી રકમ, ટીમોને પ્રવાસ અને રહેવાની સગવડ પૂરી પાડવી અને દાન આપવું એ ફીફાના ખર્ચનો ભાગ છે. દર ચાર વર્ષે ફિફા તેના ખાતા વિશે માહિતી આપે છે. 2015-18ની વચ્ચે FIFAએ 6.4 બિલિયન ડૉલર (લગભગ રૂ. 52207 કરોડ)ની કમાણી કરી હતી.
ફિફા પૈસા કેવી રીતે બનાવે છે?
ફિફાની આવકનો સૌથી મોટો હિસ્સો ટીવી પ્રસારણ અધિકારો વેચવાથી આવે છે. FIFAએ 2015-18 વચ્ચે ટીવી અધિકારોથી 4.6 બિલિયન ડૉલર (આશરે રૂ. 37529 કરોડ)ની કમાણી કરી હતી. મોટી બ્રાન્ડ્સ ઇવેન્ટ દરમિયાન જાહેરાત કરવા માટે ફિફાને ચૂકવણી કરે છે. 2018 વર્લ્ડ કપ પહેલા FIFA એ માર્કેટિંગ અધિકારો મારફતે 1.66 બિલિયન ડૉલર(આશરે 13543 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. ટિકીટોના વેચાણથી સંસ્થાને ઘણી કમાણી પણ થાય છે ખાસ કરીને વર્લ્ડ કપના સમયે ટિકીટનું વેચાણ ખૂબ જ વધારે છે.
ફિફા તેના ઉત્પાદનોનું લાયસન્સ આપીને પણ કમાણી કરે છે. ઉદાહરણ તરીકે રમત નિર્માતા EA એ FIFA નામનો ઉપયોગ કરવા માટે તેમની સાથે ભાગીદારી કરી અને 20-વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ફિફાએ આ ભાગીદારીમાં ઘણી કમાણી કરી છે. તેઓ પ્રોડક્ટ્સ લાયસન્સ આપીને અન્ય રીતે કમાણી કરે છે.
FIFA World Cup 2022 : આર્જેન્ટિનાનો હુંકાર, વોર્મ-અપ મેચમાં જ દુનિયાને દેખાડ્યો પરચો
FIFA World Cup : ફૂટબોલ જગતના સૌથી મોટા કપ એવા ફીફા વર્લ્ડકપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વોર્મ-અપ મેચમાં આર્જેન્ટિના ફીફા વર્લ્ડકપ 2022 માટેની પોતાની તૈયારીઓનું એક નાનુ નજરાણૂં રજુ કરતુ હોય એમ યૂએઈને 5-0થી કારમો પરાજય આપ્યો હતો. વોર્મ-અપ મેચમાં જ આર્જેન્ટિનાએ યૂએઈને સજ્જડ પરાજય આપી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તો જર્મની,પોલેન્ડ અને ટ્યૂનિશિયાએ પણ પોત પોતાની મેચ જીતી લીધી હતી.
મેચમાં એંજલ ડી મારીયા, અલવરાજ, મેસી અને જોકિન કોરિયાએ ગોલ ફટકાર્યા હતાં. જાહેર છે કે,આર્જન્ટિના હાલ શાનદાર ફોર્મમાં છે. તે છેલ્લી 36 મેચોથી અપરાજીત રહી છે