France vs Argentina, Final Live: આર્જેન્ટીનાએ ઈતિહાસ રચ્યો, પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી બન્યું વર્લ્ડ ચેમ્પિયન
ફિફા વર્લ્ડ કપ 2022માં આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમોએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
LIVE
Background
FIFA WC 2022 Final, France vs Argentina: ફિફા વર્લ્ડ કપ 2022માં આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમોએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને વચ્ચેની આજે ફાઈનલ રમાશે. ફિફા ટ્રોફી ઉપરાંત, આ મેચ જીતનાર ટીમને ઇનામ તરીકે મોટી રકમ પણ આપવામાં આવશે. એમ્બાપેની ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં લિયોનેલ મેસીની આર્જેન્ટિના સામે ટકરાશે.
મેસ્સી દેશવાસીઓને આપવા માંગશે મોટી ભેટ
35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં આ અનુભવી ફૂટબોલર તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતીને દેશવાસીઓ અને ચાહકોને મોટી ભેટ આપવા માંગે છે.
મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે
આ વર્લ્ડકપમાં અત્યાર સુધી લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જોકે મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ સૌથી વધુ 5-5 ગોલ કર્યા છે. પરંતુ અસિસ્ટ મામલે મેસ્સીનો હાથ ઉપર હોય તેમ જણાય છે. જો ફાઈનલ પછી ગોલ ટાઈ થાય છે, તો આસિસ્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ ક્ષણે મેસ્સીએ ત્રણ ગોલમાં મદદ કરી છે જ્યારે એમ્બાપેએ માત્ર બે જ ગોલમાં મદદ કરી છે. આવી સ્થિતિમાં મેસ્સીનું પલડું થોડું ભારે લાગે છે.
આર્જેન્ટિના-ફ્રાસે અત્યાર સુધી 2-2 ટાઇટલ જીત્યા છે
વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફ્રાન્સ અને આર્જેન્ટિનાએ 2-2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટિનાએ 1978 અને 1986નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006માં રનર અપ હતું. આર્જેન્ટિના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હશે.
જો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની અત્યાર સુધીની મેચ જોવામાં આવે તો આમાં મેસ્સીની ટીમનો જ હાથ ઉપર હોય તેવું લાગે છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમો અત્યાર સુધી 12 મેચમાં આમને-સામને આવી ચુકી છે. આમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ 6 વખત જીત મેળવી છે જ્યારે ફ્રાન્સ માત્ર 3 મેચ જીતી શક્યું છે. બાકીની ત્રણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.
આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપમાં જીતી ઈતિહાસ રચ્ચો
આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં ત્રીજું ટાઈટલ જીત્યું છે. મેસ્સીની કપ્તાની હેઠળની આ આર્જેન્ટિનાની ટીમ અગાઉ 1978 અને 1986માં ટાઈટલ જીતી ચૂકી છે. પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીનાની ટીમે ઈતિહાસ રચી દિધો છે.
એમ્બાપેએ ફ્રાન્સની વાપસી કરાવી
વધારાના સમયના બીજા હાફમાં Mbappeએ ગોલ કરીને ફ્રાન્સને મેચમાં પરત લાવી દીધું હતું. આ મેચમાં એમ્બાપ્પેનો આ ત્રીજો ગોલ છે. આ સાથે તે વર્લ્ડ કપ ફાઇનલમાં ત્રણ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મેચ હવે 3-3 થી બરાબર છે.
ફાઇનલ મુકાબલો એક્સટ્રા ટાઈમમાં પહોંચ્યો
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ રહેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ એક્સટ્રા ટાઈમમાં પહોંચી ગઈ છે. ટાઈટલ મેચ 90 મિનિટ સુધી 2-2 થી બરાબર રહી હતી. હવે વધારાના સમયમાં 15-15 મિનિટના બે ભાગ હશે. જો આગામી 30 મિનિટ સુધી પણ મેચ સમાન રહે છે, તો પેનલ્ટી શૂટઆઉટ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે.
વધુ આઠ મિનિટ આપી
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આર્જેન્ટિના, જે પહેલા એક કલાકથી વધુ સમય સુધી 2-0થી આગળ હતું, તે હવે મેચની અંતિમ ક્ષણોમાં ખૂબ જ ડિફેંસિવ દેખાઈ રહી છે. ફ્રાન્સે બે બેક ટુ બેક ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી અને મેચ 2-2થી બરાબરી કરી હતી. હવે મેચમાં વધુ 8 મિનિટનો ઉમેરો થયો છે.