પોવારે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં 148 મેચોમાં 470 વિકેટો લીધી હતી. પોવાર મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ક્રિકેટ એકેડમીના સ્પિન બોલિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યો છે. એ પછી તેણે ઓસ્ટ્રેલિયામાં યુવા ક્રિકેટરોના કોચ તરીકેની ભૂમિકા પણ ભજવી છે.
2/5
પોવાર પોતાની કારકિર્દીમાં માત્ર બે ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે છ વિકેટ લીધી હતી. 2007માં બાંગ્લાદેશ સામે અનિલ કુમ્બલે ના રમતાં પોવારને તક મળી હતી પણ કુમ્બલે પાછો ફરતાં પોવારને પડતો મૂકાયો હતો. પોવાર કુલ 31 વન ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો જેમાં તેણે 34 વિકેટો લીધી હતી.
3/5
રમેશ પોવારની ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના કોચ તરીકે નિમણૂક કરાઈ છે. અરોઠેની કોટિંગ સ્ટાઈલથી મહિલા ક્રિકેટરો રાજી નહોતી તેથી તેમણે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે તુષાર અરોઠે પાસેથી રાજીનામું લઈ લીધું હતું.
4/5
ઓફ સ્પિનર રમેશ પોવાર મૂળ મુંબઈનો છે પણ ગુજરાતની ટીમ વતી રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છે. પોવાર 2014ની સીઝનમાં ગુજરાતની ટીમ તરફથી રણજી ટ્રોફીમાં રમ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં પોવારની એ છેલ્લી સીઝન હતી અને એ પછી તેણે 2015માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
5/5
અમદાવાદઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે મુંબઈના રમેશ પોવારની નિમણૂક કરાઈ છે. ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરનો ફેવરીટ ગણાતો રમેશ પોવાર વચગાળાનો કોચ નિમાયો છે. વડોદરાના તુષાર અરોઠેએ રાજીનામું આપતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચનું પદ ખાલી પડ્યું હતું.