શોધખોળ કરો
IPL: હવે ગૌતમ ગંભીરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઉભો થયો નવો વિવાદ
1/5

ગંભીરે એક ટીવી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, તે ખોટી વાત છે કે, મે જ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ટીમ મેનેજમેન્ટે જે નિવેદન આપ્યું છે તે ખોટું છે. હાં, તે થઈ શકે કે મેનેજમેન્ટ કોઈ ગેમ પ્લાન બનાવી રહી હોય તેથી મને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં ન રાખવામાં આવ્યો હોય. ગંભીરે આઈપીએલની 11મી સિઝનમાં 6 મેચોમાં માત્ર 85 રન બનાવ્યા છે, તેની એવરેજ 17ની રહી જ્યારે સિઝનમાં તેમના બેસ્ટ 55 રન રહ્યાં.
2/5

ઉલ્લેખનિય છે કે, જ્યારે ગંભીરે કેપ્ટનસી છોડ્યા બાદ પ્રથમ મેચ નહતો રમ્યો ત્યારે નવનિયુક્ત કેપ્ટન અય્યરને ગંભીરના ન રમવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે શ્રેયસે કહ્યું કે, તેમને (ગંભીરે) પોતે જ પ્લેઈંગ ઈલેવનમાં ના રમવાનો નિર્ણય લીધો છે. શ્રેયસના આ નિવેદન પર ગંભીરે હવે પોતાનું મૌન તોડ્યું છે.
Published at : 23 May 2018 02:50 PM (IST)
View More





















