શોધખોળ કરો
કબડ્ડી વર્લ્ડકપ ટીમમાં ગુજરાતી કિરણ પરમારનો સમાવેશ, ટીમની થઇ જાહેરાત

નવી દિલ્લીઃ રમાનાર કબડ્ડી વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટાર રેડર અનુપ કુમાર ટીમની કમાન સંભાળશે. 7 ઓક્ટોબરથી શરૂ થતા વર્લ્ડકપ માટે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના અમદાવાદના રહેવાસી કિરણ પરમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.એક કાર્યક્રમમાં ટીમની સાથે સાથે ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવે ટીમની જર્સી પણ લોન્ચ કરી હતી. અમદાવાદના કિરણ પરમારનો સમાવેશ અમદાવાદના ખેલાડી કિરણ પરમારનો પણ કબડ્ડીની આ 14 ખેલાડીઓની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કિરણ પરમાર 2011માં ખેલ મહાકુંભમાં પણ ભાગ લઇ ચુક્યો છે તેમજ 2014માં પ્રો-કબડ્ડીમાં બેંગલુરૂ બુલ્સ તરફથી રમતો હતો. કિરણ પરમાર ડિફેન્ડર-રેડરની ભૂમિકા નિભાવશે
વધુ વાંચો





















