રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરી રાજનીતિની પિચ પર ઉતર્યા હરભજન સિંહઃ જાણો ક્રિકેટની પિચ પરના રેકોર્ડ...
આમ આદમી પાર્ટીએ પંજાબથી પાંચ રાજ્યસભા ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ છે. આજે હરભજને પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
આમ આદમી પાર્ટીએ પંજાબથી પાંચ રાજ્યસભા ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ છે. આજે હરભજને પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભગવંત માનના નજીકના માણસ હોવાથી જ હરભજન સિંહને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. જો કે, હાલ તો હરભજન રાજ્યસભામાં સાંસદ બનવા જઈ રહ્યા છે ત્યારે તેઓ સક્રિય રાજનીતિમાં આવશે કે નહી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. રાજનીતિની પિચ પર ઉતરવા જઈ રહેલા હરભજન સિંહનો ક્રિકેટની પિચ પર રેકોર્ડ સારો રહ્યો છે. આવો નજર કરીએ હરભજનની ક્રિકેટ કારકીર્દીના રેકોર્ડ પર.
હરભજનના ટેસ્ટ રેકોર્ડ:
હરભજને તેની કારકિર્દીમાં 417 ટેસ્ટ વિકેટ લીધી છે. તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 14મા ક્રમે છે. શ્રીલંકાના મુરલીધરન (800) પ્રથમ સ્થાને છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે હરભજન કરતાં માત્ર 3 ભારતીય ખેલાડીઓ આગળ છે. આ ખેલાડીઓ છે - અનિલ કુંબલે (619), કપિલ દેવ (434) અને આર અશ્વિન (427).
ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનારની લોકોમાં હરભજનનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 2008માં હરભજને 13 ટેસ્ટ મેચમાં 63 વિકેટ ઝડપી હતી. આ વર્ષે તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર હતો.
હરભજને 2001 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચેન્નાઈ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 15 વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટેસ્ટ ક્રિકેટમાં આ એકંદરે છઠ્ઠી શ્રેષ્ઠ બોલિંગ રહી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ ફેંકવાના મામલે તે 9મા ક્રમે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 28,580 બોલ ફેંક્યા છે.
હરભજન સિંહે માત્ર 96 ટેસ્ટ મેચમાં 400 વિકેટ લીધી હતી. તે સૌથી ઝડપી 400 વિકેટ લેનાર 9મો બોલર છે.
હરભજનનો ODI રેકોર્ડ:
હરભજન સિંહે ODI ક્રિકેટમાં 269 વિકેટ લીધી છે. તે ODIમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 22મો બોલર છે.
ODI ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ ઝડપનાર ખેલાડીઓની ક્લબમાં હરભજનનો પણ સમાવેશ થાય છે.
હરભજને વનડેમાં 12,479 બોલ ફેંક્યા છે. તે ODIમાં સૌથી વધુ બોલ ફેંકનાર 11મો બોલર છે.
હરભજને 17 બેટ્સમેનોને પોતે જ ફેંકેલા બોલ પર કેચ કરીને પેવેલિયન મોકલી દીધા છે. આ યાદીમાં તે 8મા નંબરે છે.
હરભજને વનડેમાં 36 ખેલાડીઓને સ્ટમ્પ કર્યા છે. સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા બોલરોમાં તે 5માં સ્થાને છે.
હરભજન વનડેમાં સૌથી ઝડપી 250 વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં 21મા સ્થાને છે.
હરભજનના T20 રેકોર્ડ્સ:
ટી20 મેચમાં સૌથી વધુ મેડન્સ (2) બોલ કરનારો હરભજન બીજો બોલર છે.
હરભજને T20માં 5 ઓવર મેડન્સ ફેંકી છે. તે T20 ક્રિકેટમાં છઠ્ઠો સૌથી વધુ મેડન્સ ફેંકનાર ખેલાડી છે.