ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન વર્લ્ડ ઈલેવન ટીમના કેપ્ટન રહેશે. ટીમના અન્ય ખેલાડીની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. આ મેચનો મકસદ એંગુઈલાના રોલેન્ડ વેબસ્ટર પાર્ક, એટીગાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમ અને ડોમિનિકાના વિસ્ટર પાર્ક સ્ટેડિયમના પૂનનિર્માણ માટે ફંડ ભેગું કરવાનો છે. આ તમામ સ્ટેડિયમ ઈરમા અને મારિયા વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
2/4
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને વિકેટકીપર દિનેશ કાર્તિક વેસ્ટ ઈન્ડિઝ સામે 31 મે ના રોજ લાર્ડસ મેદાનમાં થનારી ચેરિટી ટી-20 મેચમાં વર્લ્ડ ઈલેવન ટીમ તરફથી રમશે. આ ચેરિટી મેચ આંતરરાષ્ટ્રીય લેવલની રહેશે.
3/4
ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન વિશ્વ એકાદશ ટીમના કેપ્ટન રહેશે. ટીમના અન્ય ખેલાડીની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
4/4
બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ‘હાર્દિક અને દિનેશ ચેરિટી ટી-20 મેચ માટે વર્લ્ડ ઈલેવન ટીમ તરફથી રમશે.’ અફગાનિસ્તાના લેગ સ્પિનર રાશિદ ખાન, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી, શોએબ મલિક, શ્રીલંકાના થિસારા પરેરા અને બાંગ્લાદેશનના શાકિબ અલ હસન તથા તમીમ ઈકબાલ અગાઉ આ મેચમાં ભાગ લેવાની પુષ્ટી કરી ચુક્યા છે.