માત્ર આટલું જ નહીં, ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રમાણે શમીની ઉંમર 36 વર્ષ છે. આ સાથે જ વધુ એક વખત ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે. એ પણ જોવાનું રહેશે કે, આ આરોપોનું હાલમાં ચાલી રહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ પર શું પ્રભાવ પડે છે.
4/7
બીસીસીઆઈના રેકોર્ડસ અનુસાર શમીનો જન્મ વર્ષ 1990 છે. પરંતુ તસવીરમાં બતાવવામાં આવી રહેલ SSCની માર્કશીટ પર વિશ્વાસ કરવામાં આવે તો તેની ઉંમર 34 વર્ષ છે.
5/7
આશ્ચર્યની વાત એ છે કે, શમીના દસ્તાવેજોની જે તસવીરો શેર કરવામાં આવી છે, તેમાં ત્રણ અલગ-અલગ જન્મતારીખ જોવા મળી રહી છે. આ જોઈને શમીના પ્રશંસકો પણ હૈરાન છે.
6/7
હસીન જહાંએ ક્રિકેટર મોહમ્મદ શમીના ઘણાં આધિકારિક દસ્તાવેજોની તસવીરો ફેસબુક પર શેર કરી છે. શમીએ SSC અને HSC ક્લાસની માર્કશીટ, વોટર આઈડી કાર્ડ અને ચેકબુકની તસવીરો ફેસબુક પર શેર કરતા જણાવ્યું કે, તેના પતિએ ઉંમરના મામલામાં છેતરપિંડી કરી છે.
7/7
મોહમ્મદ શમી હાલમાં પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શમીએ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. એવું લાગે છે કે શમી ત્રણ મહિના બાદ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં આવી ગયો છે. ગત કેટલાક સમય પહેલા શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ખુબ જ વિવાદ થચાલી રહ્યો છે. હવે વધુ એક વખત પોતાના પતિ પર નવો આરોપ લગાવ્યો છે.