શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ક્રિકેટરની પત્નીએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારો પતિ ‘લફરાબાજ’ છે
મોહમ્મદ શમીની પત્નીએ એક ફેસબૂક પોસ્ટમાં ટિક-ટૉક પર મહિલાઓને ફૉલો કરવાને લઇને શમીને સંભળાવ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બોલર વિતેલા 12 મહિનાથી મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શનથી છવાઈ ગયા છે. હાલમાં જ વર્લ્ડકપમાં હેટ ટ્રિક લેનાર બીજો ભારતીય બોલર બન્યા મોહમ્મદ શમી. જોકે તેની પર્સનલ લાઈફ કંઈક ઠીક નથી ચાલી રહી. શમીની પત્ની હસીન જહાંએ બુધવાર રાત્રે એક ફેસબુક પોસ્ટ લખીને શમી વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.
મોહમ્મદ શમીની પત્નીએ એક ફેસબૂક પોસ્ટમાં ટિક-ટૉક પર મહિલાઓને ફૉલો કરવાને લઇને શમીને સંભળાવ્યું છે. શમી જે મહિલાઓને ટિક-ટૉક પર ફૉલો કરે છે તેમનાં સ્ક્રીન શૉટ શેર કરીને હસીન જહાંએ શમીને બેશરમ ગણાવ્યો છે. હસીન જહાંએ લખ્યું, ‘લફંગા શમી અહમદનું ટિક-ટૉક અકાઉન્ટ ખોલ્યું છે. તે 97 લોકોને ફૉલો કરે છે, જેમાં 90 છોકરીઓ છે. ખુલ્લો બેશરમ લફંગો. એક બાળકીનો પિતા હોવા છતા શરમ નથી આને…છી…’
ગત વર્ષે આઈપીએલ બાદ જ મોહમ્મદ શમી અને હસીન જહાંનાં લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી. હસીન જહાંએ શમી પર અફેરનો આરોપ લગાવ્યો અને ઘરેલૂ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી. શમીની પત્નીએ તેના પર ઉંમરમાં છેડછાડ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો. તાજેતરમાં જ તેને શમીનાં ઘરની બહાર હંગામો કરવાને લઇને યૂપી અમરોહા પોલીસે ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement