આ લેગ સ્પિનરે પણ રોહિતને રિપ્લાઈ આપવામાં વિલંબ ન કર્યો. મેદાન પર પોતાની ફિરકી માટે જાણીતા આ યુવા બોલરે લખ્યું, ‘અને મારા મોટા ભાઈ અહીં મને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે..હમ્મ...સારો પ્રયત્ન છે ભાઈ, તમે આમાં થોડા સારા થયા છે, ચાલુ રાખો...
2/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર્સ હાલમાં મેદાન પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ મોજ મસ્તી કરતાં જોવા મળે છે. મેદાન પર પોતાના વિરોધીઓને મળીને ધૂળ ચટાડનાર ખેલાડી જ્યારે સોશિયલ મીડિયા પર આવે છે તો અહીં એક બીજાની ફિરકી લેવાનું ચૂકતા નથી. હાલમાં જ યુજવેન્દ્ર ચહલ અને રોહિત શર્મા એક બીજાની ફિરકી લેતા જોવા મળ્યા. મંગળવારે યુજવેન્દ્ર ચહલે પોતાના સ્પિન જોડીદાર કુલદીપ યાદવની સાથે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.
3/4
ચહલની તસવીર પર હાલમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેને ટ્રોલ કરવાના ઉદ્દેશથી આવી ગયા. રોહિતે અહીં કોમેન્ટ કરતાં ચહલને પૂછ્યું, ‘તારે તારો યૂનિફોર્મ પ્રેસ કરવાનો હતો તેનું શું થયું?'
4/4
આ તસવીર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ચોથા વનડે મેચની છે, જેમાં બન્ને ખેલાડી પોતાની બેટિંગ દરમિયાન એકબીજા સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે. ચહલે આ તસવીરને કેપ્શન આપ્યું, ‘થિંગ બિગ, બિલીવ બિગ, એક્ટ બિગ અને રિઝલ્વ વિલ બી બિગ....’ એટલે કે મોટું વિચારો, મોટામાં વિશ્વાસ કરો, મોટું કરો તો પરિણામ પણ મોટું હશે.