શોધખોળ કરો
કોહલીના ‘કિંગડમ’નો અનમોલ રત્ન છે પૂજારા, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનું નિવેદન, જાણો વિગત
1/3

ચેપલે એક ક્રિકેટ વેબસાઇટ પર લેખમાં લખ્યું છે કે, પૂજારાએ એકલા જ ઓસ્ટ્રેલિયાના બોલરોને થકાવી દીધા. જેના કારણે અન્ય બેટ્સમેનો આક્રમક થઈને રમ્યા. કોહલી ભારતીય ક્રિકેટનો બાદશાહ હશે પરંતુ પૂજારાએ સાબિત કર્યું છે કે તેના સામ્રાજ્યનો વફાદાર સહયોગી અને અનમોલ રત્ન છે.
2/3

ચેપલે એમ પણ લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું ધ્યાન વિરાટ કોહલી પર હતું પરંતુ પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ભારતને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સીરિઝ જીતાડવા ઉપરાંત ટોચના બોલિંગ આક્રમણને પૂરી રીતે હતાશ કરી દીધું. સીરિઝ શરૂ થતાં પહેલા ઘરેલુ ટીમનું ધ્યાન કોહલીને આઉટ કરવા પર હતું, જેણે પૂજારાનું કામ સરળ કરી દીધું.
Published at : 06 Jan 2019 08:24 PM (IST)
View More



















