શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડના ખેલાડીને ‘ગે’ કહેનાર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીને ICCએ શું ફટકારી સજા, જાણો વિગત
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કેરેબિયન ફાસ્ટ બોલર શેનોન ગેબ્રિયલે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જે બાદ મેદાન પર હાજર એમ્પાયરોએ ગેબ્રિયલને ચેતવણી આપી હતી. અહેવાલ મુજબ ગેબ્રિયલની ટિપ્પણી સ્ટંપ માઇકમાં રેકોર્ડ નહોતી થઈ પરંતુ રૂટ બોલરને ‘ગે’ હોવું કંઈ ખોટું નહોતું તેમ કહેતો સાંભળવા મળ્યો હતો. જે બાદ એમ્પાયર રોડ ટકર અને કુમાર ધર્મસેનાએ બોલર સાથે વાત કરી હતી.
ICCએ શું ફટકારી સજા ?
આ અંગે ગેબ્રિયલ આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનમાં દોષિ જણાયો હતો. આઈસીસીએ કહ્યું કે, ખેલાડી, એમ્પાયર અને મેચ રેફરી સામે અપમાનજનક શબ્દોના ઉપયોગ સંબંધિત આચાર સંહિતના ઉલ્લંઘનમાં ગેબ્રિયલ દોષિત જણાયો હતો. જે બદલ તેને ચાર વન ડે માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
વાંચોઃ વિન્ડિઝના બોલરે ઇંગ્લેન્ડના ખેલાડીને કહ્યો ‘ગે’, જાણો પછી શું થયું
વાતચીત સ્ટંપ માઇકમાં થઈ રેકોર્ડ
ગેબ્રિયલ જ્યારે એમ્પાયર પાસેથી કેપ લઈ રહ્યો હતો ત્યારે જો રૂટ નજીક આવ્યો અને કહ્યું કે, તેને બેઇજ્જતીના રૂપમાં ઉપયોગ ન કરો. ગે હોવામાં કંઈ ખોટું નથી. જે બાદ શેનન પણ શાંત થઈ ગયો અને ફિલ્ડિંગ કરવા લાગ્યો. રૂટની આ કમેન્ટ સ્ટંપ માઇકમાં રેકોર્ડ થઈ ગઈ અને લાઇવ થઈ ગઈ. લોકો રૂટની પ્રશંસા કરી રહ્યા છે અને તેને બેસ્ટ કેપ્ટન પણ કહી રહ્યા છે.
વાંચોઃ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- વર્લ્ડકપમાં રવિ શાસ્ત્રીએ ન કરવું જોઈએ આ કામ, જાણો વિગત
રૂટના સમર્થનમાં આવ્યો નાસિર હુસૈન
હોમોસેક્સુઅલ્ટીના સપોર્ટ કરનારા લોકો જો રૂટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રૂટને સપોર્ટ કરવા માટે અભિનંદન આપી રહ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ રૂટની પ્રશંસા કરતાં ટ્વિટર પર લખ્યું કે, મને ખબર નથી કે કોણે શું કહ્યું, પરંતુ હું જો રૂટના રિએકશનની પ્રશંસા કરીશે. મારા માટે એક આદર્શ ખેલાડી તરીકે જો રૂટના તે 12 શબ્દ કોઈ ટેસ્ટ સદી અને જીતથી પણ વધારે મહત્વ રાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion