આઈસીસીએ એ પણ ધમકી આપી છે કે, તે ભારતમાં રમાનાર 2021 ચેમ્પયિન્સ ટ્રોફી અને 2023ના 50 ઓવરના વર્લ્ડ કપના યજમાન પદ માટે અન્ય વિકલ્પ પણ જોઈ રહ્યું છે.
2/3
મીડિયા અહેવાલ અનુસાર, બીસીસીઆઈને આ માગની યાદ અપાવવામાં આવી છે જેનો ઉલ્લેખ, ઓક્ટોબરમાં સિંગાપુરમાં આઈસીસીની બોર્ડ બેઠકની મિનિટ્સમાં કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ પાસે હવે 10 દિવસનો સમય છે. આઈસીસીએ ધમકી આપી છે કે, જો બીસીસીઆઈ આ રકમ નહીં ચૂકવે તો જે તે નાણાંકીય વર્ષમાં આ રકમ બીસીસીઆઈની આવકમાંથી કાપી લેવામાં આવશે.
3/3
નવી દિલ્હીઃ આઈસીસીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ભારતમાં 2016ના વર્લ્ટ કપ ટી20ની યજમાન પદમાં કર કપાતની ભરપાઈ કરવા માટે 31 ડિસેમ્બર પહેલા 23 મિલિયન ડોલર (અંદાજે 160 કરોડ રૂપિયા) ભરવા માટે કહ્યું છે.