શોધખોળ કરો
Advertisement
World Cup 2019: ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
ઇગ્લેન્ડના ઓપનર જો રૂટ અને જોની બેયરસ્ટો શાનદાર ફોર્મમાં છે. રૂટે અત્યાર સુધીમાં 549 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપની ફાઇનલમાં ઇગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે ટોસમાં 15 મિનિટ વિલંબ થયો હતો.. અત્યાર સુધીમાં બંન્નેમાંથી એક પણ ટીમ એક પણ વખત વર્લ્ડકપ જીત્યો નથી. બંન્ને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇગ્લેન્ડના ઓપનર જો રૂટ અને જોની બેયરસ્ટો શાનદાર ફોર્મમાં છે. રૂટે અત્યાર સુધીમાં 549 રન બનાવ્યા છે.
બોલરોમાં ઝડપી બોલર ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરની આગેવાનીમાં બોલરોએ શાનદાર ફોર્મમાં છે. યજમાન હોવાના કારણે ઇગ્લેન્ડને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદોનો મળશે. પરંતુ કીવી કોચ ગૈરી સ્ટીડ અગાઉ કહી ચૂક્યા છે કે તેમની ટીમ આશ્વર્યજનક પ્રદર્શન કરી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે અને તેનો આત્મવિશ્વાસ હાલમાં ટોચ પર છે. જોકે, ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી સતત નિષ્ફળ રહી છે જેને કારણે કેપ્ટન વિલિયમસન અને રોસ ટેલર પર તમામ જવાબદારી આવી જાય છે.
ઇગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. તેની આ ચોથી ફાઇનલ છે. તે અગાઉ ત્રણ વખત ફાઇનલ રમી ચૂકી છે પરંતુ એક પણ વખત જીતી નથી. જોકે, આ વખતે પરિસ્થિતિ ઇગ્લેન્ડની તરફેણમાં છે અને તેને યજમાનની ફાયદો પણ મળી શકે છે. ઇગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement