ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા સીરીઝને ધ્યાને રાખી બોલ ટેમ્પરિંગ અને મેચ દરમિયાન અયોગ્ય વ્યવહાર માટે આપવામાં આવતી સજાને આઇસીસીને વધુ કડક કરવાની ભલામણ કમિટીએ કરી છે.
2/4
એશેજ-2015 દરમિયાન તત્કાલિન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ટેસ્ટ મેચમાં ટોસની પ્રથા દૂર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું કહેવું છે કે ટોસથી ઘરેલુ ટીમ દ્વારા પીચના મામલામાં દેવામાં આવતી દખલ દૂર થઇ જશે. પોન્ટિંગના આ વિચારને સ્ટીવ વો અને માઇકલ હોલ્ડિંગ જેવા દિગ્ગજોએ પણ સમર્થન આપ્યું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2016માં રમાયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટોસ ન ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
3/4
એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટની આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સીરીઝ જીતવા માટે ટીમના પોઇન્ટ ગણવામાં આવશે. મેચના પરિણામના આધારે પોઇન્ટ આપવામાં આવશે. કમિટીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક મેચને સમાન મહત્વ આપવા માટે મેચના પરિણામના આધાર પર પોઇન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જે હાલ સીરીઝ આધારે આપવામાં આવે છે.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેની આગેવાનીવાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ 29 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસ ખત્મ કરવાના મામલે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સમિતિએ પોતાના નિર્ણયમાં કહ્યં છે કે, ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસની પ્રથા ખત્મ કરવી યોગ્ય નથી. માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેટિંગ અથવા બોલિંગ કરવાનો નિર્ણય આગળ પણ સિક્કો ઉછાળીને જ કરવામાં આવશે.