ICCએ ઋષભ પંતની પ્રસંશા સાથે કોની ઉડાવી મજાક, ટ્વીટ જોઇને હંસુ આવશે, જુઓ........
આઇસીસીએ પોતાની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ત્રીજા દિવસની રમત બાદ એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
![ICCએ ઋષભ પંતની પ્રસંશા સાથે કોની ઉડાવી મજાક, ટ્વીટ જોઇને હંસુ આવશે, જુઓ........ ICC praises Rishabh Pant batting and jokes on indian batters in Cape Town Newlands Cricket Ground batting ICCએ ઋષભ પંતની પ્રસંશા સાથે કોની ઉડાવી મજાક, ટ્વીટ જોઇને હંસુ આવશે, જુઓ........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/14/4be5353273b2d6dad7a7a8cf64508235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ind Vs Sa: કેપટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ એકદમ નીચલા સ્તરની જોવા મળી, એકમાત્ર ઋષભ પંતને બાદ કરતા કોઇપણ બેટ્સમેન સારો સ્કૉર ન હતો કરી શક્યો. આ સાથે જ આઇસીસીએ પણ આની મજા લીધી છે. આઇસીસીએ કેપટાઇન ટેસ્ટને લઇને એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં ઋષભ પંતની પ્રસંશા કરવામાં આવી છે પરંતુ સાથે સાથે ભારતીય બેટ્સમેનોની મજાક પણ ઉડાવવામાં આવી છે.
આઇસીસીએ પોતાની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ત્રીજા દિવસની રમત બાદ એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. આઇસીસીએ લખ્યું- ભારતીય બેટર્સ આરામમાં છે- 70 રન. ઋષભ પંત -100* રન, આ શું છે...
The rest of the Indian batters 👉 70 runs
— ICC (@ICC) January 13, 2022
Rishabh Pant 👉 100*
What a knock 👏
Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/cj8oyz7Dsl
આઇસીસીએ આ ટ્વીટ સાથે ભારતીય બેટિંગ લાઇનની મજાક ઉડાવી છે. આઇસીસીએ કહ્યું - ભારતીય બેટર્સ અત્યારે આરામમાં છે, એટલે કે માત્ર 70 રન જ બનાવી શક્યા છે, જ્યારે ઋષભ પંતે એકલા હાથે 100 રન બનાવ્યા છે. આઇસીસીનો કટાક્ષ ભારતીય ટીમના ટૉટલ સ્કૉર પર છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 198 રન જ બનાવી શકી છે. જેમાં 100 રન ઋષભ પંતના છે, 28 રન એક્સ્ટ્રા છે, અને ભારતીય બેટ્સમેનો માત્ર 70 રન જ બનાવી શક્યા છે.
પંતે કેપટાઉન ટેસ્ટમાં અણનમ ઇનિંગ સાથે 139 બૉલમાં 100 રનની રમત રમી હતી. આ સાથે જ પંતના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો.
આ પણ વાંચો.....
IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું
Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ
શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ
આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો
બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)