શોધખોળ કરો
Advertisement
ICC મહિલા T-20 વર્લ્ડકપઃ ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. જેનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, જયારે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના રહેશે. બંગાળની રિચા ઘોષને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC મહિલા T-20 વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. જેનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, જયારે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના રહેશે. બંગાળની રિચા ઘોષને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી છે. રિચા ઘોષે તાજેતરમાં મહિલા ચેલેન્જર ટ્રોફીમાં 36 રનની તોફાની ઈનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયામાં રમાશે ટુર્નામેન્ટ
આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2020 સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. ભારતીય ટીમને એ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે રાખવામાં આવી છે.
ભારતનો પ્રથમ મુકાબલો યજમાન ઓસ્ટ્રેલિયા સાથે
ભારતીય ટીમ ટુર્નામેન્ટની શરૂઆત સિડનીમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે 21 ફેબ્રુઆરી રમનારી મેચથી કરશે. જે બાદ તેનો સામનો 24 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ, 27 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને 29 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે થશે.
ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ટીમ આ પ્રમાણે છે. હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમુર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વાસ્ત્રાકાર અને અરુંધતિ રેડ્ડી.
ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી સાતમી બેવડી સદી, સચિન-ગાંગુલી પણ નથી કરી શક્યા આ કારનામું ફિટનેસ ટેસ્ટને લઈને હાર્દિક પંડ્યાના ટ્રેનરે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત????Squad Announcement????@ImHarmanpreet will lead India's charge at @T20WorldCup #T20WorldCup #TeamIndia pic.twitter.com/QkpyypyJKc
— BCCI Women (@BCCIWomen) January 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement