શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડકપ 2019: અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની 62 રને જીત, શાકિબની 5 વિકેટ
વર્લ્ડકપમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 62 રને હાર આપી હતી. 263 રનના લક્ષ્યાંકની સામે અફઘાનિસ્તાનની ટીમ 47 ઓવરમાં 200 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
સાઉથમ્પ્ટનઃ વર્લ્ડકપમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 62 રને હાર આપી હતી. 263 રનના લક્ષ્યાંકની સામે અફઘાનિસ્તાનની ટીમ 47 ઓવરમાં 200 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડકપમાં બાંગ્લાદેશની આ ત્રીજી જીત હતી. અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી હતી. 49 રને રહેમત શાહ આઉટ થયો હતો. રહેમત શાહે 24 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ નઈબે 47 રન બનાવ્યા હતા. તે સિવાય મેચની અંતિમ ઓવરોમાં સીનવારીએ શાનદાર બેટિંગ કરી 49 રને નોટઆઉટ રહ્યો હતો. બાંગ્લાદેશ તરફથી શાકીબ હસને 5 વિકેટ ઝડપી હતી.
That's a wrap! Bangladesh win by 62 runs and the all-round magnificence of Shakib Al Hasan has been at the heart of the performance. #BANvAFG | #CWC19 pic.twitter.com/h6V5RXoGjj
— ICC (@ICC) June 24, 2019
આ અગાઉ બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને જીતવા માટે 263 રનનો પડકાર આપ્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 262 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુશફિકુર રહીમે 83 રન બનાવ્યા હતા. તે સિવાય શાકિબ અલ હસન 51 રન બનાવી મુઝીબનો શિકાર બન્યો હતો. શાકિબ આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે છ મેચમાં 476 રન ફટકાર્યા છે. તેણે વોર્નરને પાછળ છોડ્યો હતો. વોર્નરે છ મેચમાં 447 રન બનાવ્યા છે. આ અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર લિટન દાસ 16 રન બનાવી મુઝીબના બોલ પર આઉટ થયો હતો. બાદમાં શાકિબ અને તમીમ ઇકબાલે બીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. તમીમ ઇકબાલ 36 રન બનાવી આઉટ થયો હતો. સૌમ્ય સરકાર 3, મહમુદુલ્લાહ 27, હુસેને 35 રન બનાવી આઉટ થયા હતા. અફઘાનિસ્તાન તરફથી મુઝીબે ત્રણ અને નઇબે બે વિકેટ ઝડપી હતી.Afghanistan will need 263 to win at the Hampshire Bowl.
Mujeeb Ur Rahman took 3/39 from his 10 overs while Mushfiqur Rahim and Shakib Al Hasan both continued their good form, each scoring half-centuries. #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers | #AfghanAtalan pic.twitter.com/MywvVyn4RP — Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
#CWC19 Bangladesh at 262/7 in 50 overs, Mushfiqur Rahim (83) & Shakib Al Hasan (51) against Afghanistan at Rose Bowl, Southampton. #BANvAFG pic.twitter.com/v1w5uVEAzj
— ANI (@ANI) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion