અશ્વિને આઈપીએલ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે નેતૃત્વ સંભાળ્યું હતું. આ દરમિયાન વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગે પણ તેની કેપ્ટનશિપની ભરપૂર પ્રશંસા કરી હતી. જોકે ટી20 અને ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવામાં ઘણો ફેર છે. તેથી હવે જોવાનું એ રહેશે કોહલી અનફિટ જાહેર થશે તો ટીમ મેનેજમેન્ટ કોને સુકાની પદ સોંપે છે.
2/4
રહાણે ચાર ઈનિંગમાં માત્ર 48 રન જ બનાવી શક્યો છે. રહાણે વાઈસ કેપ્ટન છે પરંતુ ટીમ મેનેજમેન્ટ એવી આશા રાખે છે કે ભારતને સંકટમાંથી ઉતારે પરંતુ રહાણે ટીમ પર દબાણ વધારી રહ્યો છે. રહાણેએ ઓગસ્ટ 2017માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. જે બાદ તે અડધી સદી ફટકારવા સંઘર્ષ કરી રહ્યો છે.
3/4
ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ માટે કોહલીની ઈજા મોટી સમસ્યા ઉભરીને સામે આવી છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન કોહલીનું જૂનું પીઠદર્દ ફરીથી ઉભરી આવ્યું છે. સામાન્ય રીતે કેપ્ટનની ગેરહાજરીમાં ઉપ કેપ્ટનને ટીમની જવાબદારી મળતી હોય છે. પરંતુ રહાણે જે રીતે બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો છે તેને જોતાં નેતૃત્વનો મોકો ન આપવામાં આવે તેવી શક્યતા છે. જો કોહલી ફીટ નહિ હોય તો રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન તરીકેની જવાબદારી મળી શકે છે.
4/4
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વિરાટ કોહલીના ખભામાં થયેલી ઈજાના કારણે ભારતીય ટીમની મુશ્કેલી વધી ગઈ છે. જો કોહલી નોટિંઘમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ સુધી ફીટ નહીં થઈ શકે તો મેચમાં કેપ્ટનશિ આર. અશ્વિન કરી શકે છે.