વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો ટી20 રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. T20માં કેરેબિયન ક્રિકેટરો ભારતને હંમેશા ભારે પડ્યા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 8 ટી20 મેચ રમાઈ છે. જેમાંથી 5 મેચમાં ભારતની હાર થઈ છે. જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
2/4
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ વન ડે સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને 3-1થી હાર આપીને ધમાકેદાર અંદાજમાં જીત મેળવી હતી. વન ડે સીરિઝ બાદ રવિવારતી વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝમાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી નહીં રમે. રોહિત શર્મા તેના બદલે કેપ્ટનશિપ કરશે. રિષભ પંતને તક આપવા માટે ધોની પણ ખસી ગયો છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં કેરેબિયન ટીમ ભારત પર હંમેશા ભારે પડી છે.
3/4
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ટી20 સ્પેશિયાલિસ્ટ પોલાર્ડ, રસેલની વાપસી થઈ છે. આ કારણે આવતીકાલનો મુકાબલો વધુ રોમાંચક બનશે. જ્યારે ભારતની ટીમમાં ઈનફોર્મ બેટ્સમેન અને કેપ્ટન કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ધોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
4/4
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે પ્રથમ ટી 20 2009માં રમાઈ હતી અને છેલ્લે બંને ટીમો વર્ષ 2017માં ટકરાઈ હતી. આ બંને મેચમાં વેસ્ટ ઈન્ડિઝની જીત થઈ હતી.