શોધખોળ કરો

INDvAUS પ્રથમ ટેસ્ટ: ભારતીય બૉલરોના નામે રહ્યો બીજો દિવસ, ઓસ્ટ્રેલિયા 191માં ઓલઆઉટ, ભારતને 53 રનની લીડ

બીજો દિવસ ભારતીય બૉલરોના નામે રહ્યો, ભારત તરફથી સૌથી વધુ અશ્વિને ચાર વિકેટ ઝડપી, આ ઉપરાંત ઉમેશ યાદવને ત્રણ અને બુમરાહ બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા દિવસની રમત પુરી થઇ ગઇ છે, પ્રથમ ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસે ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો, ભારતે પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. કાંગારુ ટીમ પ્રથમ ઇનિંગમાં ભારત સામે 10 વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી, આ સાથે ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 53 રનની લીડ મળી ગઇ છે. બીજો દિવસ ભારતીય બૉલરોના નામે રહ્યો, ભારત તરફથી સૌથી વધુ અશ્વિને ચાર વિકેટ ઝડપી, આ ઉપરાંત ઉમેશ યાદવને ત્રણ અને બુમરાહ બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. જ્યારે કાંગારુ ટીમ તરફથી આજની ઇનિંગમાં તમામ બેટ્સમેન ભારતીય બૉલરો સામે ઝઝૂમતા દેખાયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન ટિમ પેન 73 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો, આ ઉપરાંત માર્નસ લાબુશાને 47 રન બનાવી શક્યો હતો. બીજા દિવસે 25 બોલમાં સમેટાઇ ભારતની ઈનિંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસની રમતમાં ભારતે માત્ર 4.1 ઓવરમાં જ અંતિમ 4 વિકેટ ગુમાવતાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દિવસે પ્રથમ ઓવરમાં જ અશ્વિન અને તે પછીની ઓવરમાં સાહા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 4 અને કમિન્ટે 3 વિકેટ લીધી હતી. બીજા દિવસે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્રીએ ફાસ્ટ બોલર્સ સાથે વાત કરી હતી. શાસ્ત્રીએ બુમરાહ, શમી, ઉમેશ યાદવને બેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ દિવસઃ ભારત 233/6 ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૃથ્વી શોએ 0, મયંક અગ્રવાલે 17, પુજારાએ 43, કોહલીએ 74, રહાણેએ 42 અને હનુમા વિહારીએ 16 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને 2, હેઝલવુડ, પેટ કમિંસ, નાથન લાયનને 1-1 વિકેટ મળી હતી. ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Embed widget