ત્રીજું કારણ: કોઈ પણ ટીમ માટે મોટો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમના ઓપનર બેટ્સમેનો પર મોટી જવાબદારી હોય છે. પરંતુ પાંચમી ઓવરમાં જ રોહિત શર્મા આઉટ થઈ ગયો જેથી ટીમ ઇન્ડિયા માટે શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સસ્તામાં આઉટ થયું પણ મોંઘું પડ્યું.
2/6
પ્રથમ કારણ તો બ્રિસ્બેન ટી-20માં વરસાદ ટીમ ઇન્ડિયા માટે વિલેન સાબિત થયો. મેચ શરૂ થયા બાદ 16.1 ઓવરમાં વરસાદ પડતા તેના બાદ મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી અને બાદમાં ફરી શરૂ કરવામાં આવી પરંતુ અમ્પાયરોએ 20 ઓવરોની જગ્યાએ માત્ર 17 ઓવરોની મેચ કરી દીધી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા. ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીત માટે 17 ઓવરમાં 174 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જે ભારત સામે મુશ્કેલ સાબિત થયો. ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવી શકી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ડકવર્થ લૂઇસ નિયમનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળી ગયો.
3/6
ચોથું કારણ: કેપ્ટન કોહલીનું સસ્તામાં આઉટ થવું પણ ટીમને ભારે પડ્યું. કોહલી ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો અને પોતાની પહેલા રાહુલને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલી દીધો. રાહુલ 13 રન બનાવી આઉટ થયો અને બાદમા કોહલી બેટિંગ માટે આવ્યો પણ સેટ થાય તે પહેલા જ 4 રન પર પેવેલિયન પરત ફર્યો. કોહલીનો આ નિર્ણય ભારે પડ્યો. જો કોહલી ત્રણ નંબરે રમતે તો તેને સેટ થવાનો સમય મળતો.
4/6
પાંચમું કારણ: મેચ રોમાંચક મોડ પર પહોંચી ગઈ હતી ત્યારે છેલ્લી ઓવરમા ભારતને જીત માટે 13 રનની જરૂર હતી. પરંતુ દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાની વિકેટ ગુમાવી દીધી. સતત બે બોલ પર વિકેટ પડવાના કારણે ભારતને જીતથી 4 રન દુર રહેવું પડ્યું.
5/6
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની સીરીઝની પ્રથમ ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બ્રિસ્બેનમાં યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં વિરાટ સેનાને 4 રનની હરાવી દીધી હતી. મેચની શરૂઆતથી લઈને અંત સુધી કેટલાક મહત્વના મોકા પર ટીમ ઇન્ડિયાની કેટલીક ચૂક પણ થઈ જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. જાણો આગળની સ્લાઈડમાં પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના હારના કેટલાક કારણો.
6/6
બીજું કારણ: ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે આક્રમક બેટિંગ કરતા 24 બોલમાં 46 રન બનાવ્યા. જેમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા, કૃણાલ પંડ્યાની ઓવરમાં હેટ્રિક ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલની ઇનિંગ ટીમ ઇન્ડિયા પર ભારે પડી. મેક્સવેલ અને માર્ક્સ સ્ટોઇનિસની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ 158 રન સુધી પહોંચી હતી. સાથે ડકવર્થ લૂઇસના નિયમે બાકી રહેલી કમી પૂર્ણ કરી દીધી.