Asian Games 2023માં ભારતનો સિલ્વર મેડલ પાક્કો, બાંગ્લાદેશને હરાવી ટીમ ફાઇનલમાં પહોંચી
બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ બૉલ પર પૂજાએ ભારતને વિકેટ અપાવી હતી. પૂજાને પણ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર વિકેટ મળી હતી.
Asian Games 2023: ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટની દુનિયામાંથી આ સમાચાર સામે આવ્યા છે, ખાસ વાત છે કે, હાલના દિવસોમાં ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ છે, ત્યારે એશિયન ગેમ્સમાં પણ ભારતનો ડંકો વાગ્યો છે. એશિયન ગેમ્સમાં ભારત માટે વધુ એક મેડલ પાક્કુ થઈ ગયુ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની જીતની હીરો ફાસ્ટ બૉલર પૂજા વસ્ત્રાકર હતી, જેણે 4 ઓવરમાં 17 રન આપીને ચાર વિકેટો ઝડપી હતી. પૂજાની શાનદાર બોલિંગના કારણે ભારતે બાંગ્લાદેશને 17.5 ઓવરમાં 51 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. ભારતે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ બૉલ પર પૂજાએ ભારતને વિકેટ અપાવી હતી. પૂજાને પણ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર વિકેટ મળી હતી. આ પછી બાંગ્લાદેશનો દાવ રિકવર થઈ શક્યો નહોતો. પાવરપ્લેના અંત સુધીમાં બાંગ્લાદેશે 21 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી કેપ્ટન નિગાર એકમાત્ર બેટ્સમેન હતો જેણે બે આંકડાને પાર કર્યો હતો. નિગાર પણ આ ઇનિંગને વધારે લંબાવી શક્યો નહીં અને તેણે માત્ર 12 રન બનાવ્યા. નદીહાએ 9 રનની ઇનિંગ રમી હતી.
ભારતની બૉલિંગ એટલી શાનદાર હતી કે બાંગ્લાદેશની ઇનિંગ્સમાં માત્ર 4 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. પૂજા ઉપરાંત સંધુએ ખૂબ જ ચુસ્ત બૉલિંગ કરી હતી. સંધુએ ચાર ઓવરમાં માત્ર 10 રન આપ્યા અને એક વિકેટો લેવામાં સફળ રહ્યો. રાજશ્રીએ 3.5 ઓવરમાં 8 રન આપીને એક વિકેટ મેળવી હતી. અમનજોત કૌર અને દેવિકાને પણ એક-એક વિકેટ મળી હતી.
52 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતે 3.5 ઓવરમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ 12 બોલમાં માત્ર 7 રન બનાવી શકી હતી. જો કે, આ પછી શેફાલીએ જેમિમા સાથે ચાર્જ સંભાળ્યો. શેફાલી પણ 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જો કે, 20 રનની ઇનિંગ રમીને જેમિમાએ ભારતને ફાઇનલમાં સ્થાન નક્કી કર્યું અને મેડલ પણ પાક્કું કર્યુ.
INDIA QUALIFIED FOR THE FINALS OF ASIAN GAMES 2023. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) September 24, 2023
- A Proud moment for Women's cricket in India. pic.twitter.com/L2BL5KxY8J
-