(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG 2nd ODI: સૂર્યકુમાર યાદવ કરી શકે છે ડેબ્યૂ, જાણો ટીમ ઇન્ડિયાની સંભવિત Playing XI
કેપ્ટન કોહલી આ મેચમાં પણ ત્રણ ફાસ્ટ બોલરને પ્લઇંગ ઇલેવનમાં સ્થાન આપી શેક છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ ચૂકી છે. પુણેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત દમ બતાવતા ઇંગ્લેન્ડને 66 રનથી હાર આપી હતી. આજે એટલે કે 26 માર્ચે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ રમાવવાની છે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમમાં ફેરફાર થવાની વાત સામે આવી છે. રિપોર્ટ છે કે ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે.
રિપોર્ટ પ્રમાણે, આઇપીએલમાં શાનદાર ફોર્મ બતાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમ તરફથી વનડે મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મીડિલ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસ અય્યર ગ્રાઉન્ડ પર જ ફિલ્ડિંગ કરવા જતા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં તે મેદાન પર પરત ફરી શક્યો ન હતો. રિપોર્ટ પ્રમાણે અય્યરની ઇજા ગંભીર છે. બીસીસીઆઇએ પણ જાહેરાત કી દીધી છે કે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સામેની બાકીની બન્ને મેચો એટલે કે સીરીઝમાંથી બહાર રહેશે. જોકે કેપ્ટન વિરાટ કોહલી ઐય્યરની જગ્યાએ રિષભ પંતને પણ તક આપી શકે છે. જો પંતની ટીમમાં વાપસી થાય તો પણ વિકેટકીપિંગ કેએલ રાહુલ જ કરશે.
ફરી એક વખત ત્રણ ફાસ્ટ બોલરો સથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
કેપ્ટન કોહલી આ મેચમાં પણ ત્રણ ફાસ્ટ બોલરને પ્લઇંગ ઇલેવનમાં સ્થાન આપી શેક છે. એવામાં ફરી એક વખત ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક્શનમાં જોઈ શકાય છે. સ્પિન વિભાગમાં ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ ભહેલ પહેલા મેચમાં મોંઘો સાબિત થયો હોય પરંતુ ફરી તેને ટીમમાં સ્થાન આપવામાં આવી શેક છે.
હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ પ્રમત મેચમાં ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભલે તે બોલિંગથી વધારે પ્રભાવિત ન કરી શક્યો પરંતુ પોતાની બેટિંગથી તેણે ટીમને મુશ્કેલીમાંથી બહાર કઢી હતી. ફરી એક વખત કૃણાલ પાસેથી ટીમને આવા જ પ્રદર્શનની આશા છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ- રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ/રિષપ પંત, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ