(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG 2nd ODI: ઇંગ્લિશ ટીમમાં થશે ત્રણ ફેરફાર, આ ધૂરંધરો નહીં રમે આજની મેચ, જાણો વિગતે
ત્રણ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ ટીમ હાલ 0-1થી પાછળ છે, જેથી આજની મેચમાં જીત સાથે સીરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે. ખાસ વાત છે કે રેગ્યુલર કેપ્ટન ઇયૉન મોર્ગન વનડે સીરીઝથી બહાર થઇ ગયો છે ત્યારે ટીમનુ નેતૃત્વ વિકેટકીપર બેટ્સમેન બેટ્સમેન જૉસ બટલર કરશે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાવવાની છે. બીજી વનડેમાં ઇંગ્લિશ ટીમમાં ત્રણ મોટા ફેરફારો થઇ શકે છે. પહેલી મેચમાં રેગ્યુલર કેપ્ટન ઇયૉન મોર્ગન અને મીડલ ઓર્ડર બેટ્સમે સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. આવામાં આ બન્ને ખેલાડીઓે બીજી વનડેમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહીં રહે. વળી ઇંગ્લિશ ટીમ બૉલિંગ વિભાગમાં પણ એક ફેરફાર કરી શકે છે.
ત્રણ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ ટીમ હાલ 0-1થી પાછળ છે, જેથી આજની મેચમાં જીત સાથે સીરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે. ખાસ વાત છે કે રેગ્યુલર કેપ્ટન ઇયૉન મોર્ગન વનડે સીરીઝથી બહાર થઇ ગયો છે ત્યારે ટીમનુ નેતૃત્વ વિકેટકીપર બેટ્સમેન બેટ્સમેન જૉસ બટલર કરશે. બન્ને ખેલાડીઓ પ્રથમ વનડે દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. રિપોર્ટ પ્રમાણે કેપ્ટન ઇયૉન મોર્ગનને અંગુઠા અને આંગળીની વચ્ચેના ભાગે ઇજા પહોંચતા, ટાંકા લેવા પડ્યા હતા. વળી બીજી બાજુ સેમ બિલિંગ્સને પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી રોકવા જતા ડાઇવ લગાતી વખતે કૉલરબૉનમાં ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ઇજા થઇ હોવા છતાં બન્ને ખેલાડીઓ ભારત સામે બેટિંગ કરવા ઉતર્યા હતા.
આ ત્રણ થઇ શકે છે ફેરફાર.....
ઇંગ્લિશ ટીમમાં ઇયૉન મોર્ગનની જગ્યાએ આ મેચમાં ડેવિડ મલાનનો મોકો મળી શકે છે. મલાન સ્ટેન્ડબાય પ્લેયર તરીકે વનડે ટીમ સાથે જોડાયો હતો. મલાન ત્રણ નંબર પર બેટિંગ કરી શકે છે. વળી સેમ બિલિંગ્સની જગ્યાએ લિયામ લિવિંગસ્ટૉન મીડિલ ઓર્ડરની જવાબદારી સંભાળી શકે છે. જો મોકો મળે છે તો લિયામ લિવિંગસ્ટૉન વનડે ડેબ્યૂ કરશે, અને ટીમમાં આવવાથી ઇંગ્લેન્ડ ટીમમાં એક સ્પીનરનો પણ ઓપ્શન વધી જશે.
આ ઉપરાંત પ્રથમ વનડેમાં બૉલરોના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ઇંગ્લિશ ટીમ ફાસ્ટ બૉલિંગ વિભાગમાં પણ એક ચેન્જ કરી શકે છે. રાઇટ આર્મ ફાસ્ટ બૉલર ટૉમ કરનની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર રીસ ટૉપ્લેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ઇંગ્લેન્ડ ટીમ- જેસન રૉય, જૉની બેયરર્સ્ટો, ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટૉન, બેન સ્ટૉક્સ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર) મોઇન અલી, સેમ કરન, આદિલ રશીદ, રીસ ટૉપ્લે, માર્ક વુડ.