શોધખોળ કરો
Advertisement
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી-20 મેચ સ્ટેડિયમમાં જઈને જોવી હોય તો ખર્ચવી પડશે તોતિંગ રકમ, જાણો શું છે કારણ ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાવાની છે. પ્રથમ ટી20 12 માર્ચે રમાવાની છે.
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રીજી અને ચોથી ટેસ્ટ શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયા સીરિઝ 3-1થી જીતી લીધી છે. ટેસ્ટ સીરિઝમાં સફાયા બાદ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. ત્યારે 12 માર્ચથી શરુ થતી ટી20 સીરિઝ માટે તમામ સસ્તી ટિકિટો વેચાઈ ગઈ છે. ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમમાં મેચ જોવા માટે હવે મોંઘીદાટ ટિકિટો ખરીદવી પડશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ પાંચ મેચની ટી20 સીરિઝ રમાવાની છે. એવામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને બુક માય શો પ્રમાણે તમામ પાંચ ટી20 મેચની સસ્તી ટિકિટો વેચાઈ ગઈ છે. બુક માય શોમાં 500, 1000 વાળી ટિકિટ હાલમાં બુક થઈ શકતી નથી. એટલે કે હવે મેચ જોવા માટે ક્રિકેટ ચાહકો માટે 2000 થી લઈ 10000 સુધીની ટિકિટ જ ઉપલબ્ધ છે.
ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન બુકિંગ શરુ થઈ ગયું છે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. જેમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે.
મેદાનમાં ઉપરની તરફ આવેલા લોન્ગ ઓન અને લોન્ગ ઓફની ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે. મેદાનના ચારેતરફ આવેલી કેટલીક ટિકિટ 1000 રૂપિયામાં આપવામાં આવશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ E ની ટિકિટનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન લેફ્ટ અને રાઈટની ટિકિટ 6000 રૂપિયામાં મળશે. તો અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement