(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડ ગયેલા ટીમ ઇન્ડિયાના કેટલા ખેલાડીઓને લાગ્યો કોરોનાનો ચેપ, સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો......
એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, બન્ને ખેલાડીઓની તબિયત ઠીક છે, જે ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેનો આઇસૉલેશન પીરિયડ પણ પુરો થવાનો છે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે આને લઇને વધુ માહિતી પણ સામે આવી છે. રિપોર્ટ છે કે ભારતીય ક્રિકેટ ટીમના એક નહીં પરંતુ બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ થયા છે, ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ દાવો કર્યો છે. રાહતની વાત છે કે આમાંથી એક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા ખેલાડીમાં કોઇપણ ગંભીર લક્ષણો નથી દેખાયા. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓ પુરેપુરા સ્વસ્થ છે.
એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, બન્ને ખેલાડીઓની તબિયત ઠીક છે, જે ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેનો આઇસૉલેશન પીરિયડ પણ પુરો થવાનો છે. આ ખેલાડી 18 જુલાઇએ ડરહમમાં ટીમ કેમ્પને જૉઇન કરશે. વળી બીજા ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ટીમ સાથે જોડાયેલા એક સોર્સે કહ્યું- બન્ને ખેલાડીઓને કોરોનાના એકદમ મામૂલી લક્ષણો હતો. ગળમાં દુઃખાવો, કૉલ્ડની ફરિયાદ સામે આવી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યો તો બન્ને ખેલાડીઓનો કૉવિડ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.
ટીમના બાકી ખેલાડીઓ છે એકદમ ફિટ-
ટીમ સાથે જોડાયેલા એક સુત્રએ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. સુત્રએ કહ્યું- ચિંતાની કોઇ વાત નથી, એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. રવિવારે આ ખેલાડીનુ આઇસૉલેશન પુરુ થઇ જશે. બીજા ખેલાડીમાં પણ કોરોનાના કોઇ લક્ષણો હવે નથી. અમને આશા છે કે તે ખેલાડી પણ જલ્દી ટીમ સાથે જોડાઇ જશે.
એએનઆઇના રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ કે ટીમ ઇન્ડિયાના બાકી બધા ખેલાડીઓ બિલકુલ ઠીક છે. 18 જુલાઇએ ડરહમ કેમ્પમાં પહોંચ્યા બાદ આ તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 20 જુલાઇથી 22 જુલાઇની વચ્ચે ટીમ ઇન્ડિયા અને કાઉન્ટી પ્લેઇંગ 11ની વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાવવાની છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. પાકિસ્તાન સામેની વનડે સીરીઝના ઠીક પહેલા ઇંગ્લન્ડના ચાર ખેલાડીઓ કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. જોકે, ઇંગ્લેન્ડે પાકિસ્તાન સીરીઝ માટે નવી ટીમને મેદાનમાં ઉતારી દીધી હતી.