IND vs SL 3rd ODI : અંતિમ વનડે મુકાબલામાં શ્રીલંકાએ 3 વિકેટથી જીત મેળવી
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે.
Background
IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ અગાઉથી જ આ સીરીઝ પર પ્રથમ બે વનડે મેચ જીતીને કબજો જમાવી ચૂકી છે. આજની મેચ જીતીને ભારત સીરીઝમાં શ્રીલંકાને ક્લિન સ્વીપ કરવાની કોશિશ કરશે. આજની મેચમાં ત્રણ ખેલાડીઓને વનડે ડેબ્યૂનો મોકો મળી શકે છે. ખાસ વાત છે કે શ્રીલંકાની આ ટૂરમાં કેપ્ટન તરીકે શિખર ધવન છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે.
ત્રીજી વનડેમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત
ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે. ભારતે આપેલા 227 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ 76 રન અવિષ્કા ફર્નાન્એ બનાવ્યા હતા.
શ્રીલંકાનો સ્કોર 19.2 ઓવરમાં 119/1
ઈન્ડિયાએ શ્રીલંકાને ત્રીજી વનડે જીતવા માટે 227 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ડકવર્થ લુઈસ મેથડથી ઈન્ડિયાના સ્કોરમાં 1 રન એડ કરાયો છે. શ્રીલંકન ટીમે 1 વિકેટના નુકસાન પર 114 રન બનાવી લીધા છે. શ્રીલંકાની ટીમે આ મેચમાં મજબૂત પકડ બનાવી છે. અવિષ્કા ફર્નાન્એ 54 રન બનાવ્યા છે. ભાનુકા રાજપક્ષે 41 રને બેટિંગમાં છે. શ્રીલંકાનો સ્કોર 19.2 ઓવરમાં 119/1





















