શોધખોળ કરો

Asian Games 2023: એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે કરી શાનદાર શરૂઆત, નિશાનેબાજોએ જીત્યો ગોલ્ડ મેડલ

India Gold Medal Asian Games 2023: એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં થઈ રહ્યું છે

India Gold Medal Asian Games 2023: એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં થઈ રહ્યું છે. સોમવારે તેના બીજા દિવસે ભારતની શરૂઆત સારી રહી હતી. શૂટર્સે આ વખતે ટીમ ઈન્ડિયાને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રંકેશ પાટીલ અને દિવ્યાંશ સિંહની જોડીએ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત માટે મેન્સ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ત્રણ શૂટરોએ ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંશ, ઐશ્વર્ય પ્રતાપ અને રૂદ્રંકેશે શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ત્રણેયે ત્રીજી અને ચોથી સીરિઝમાં લીડ જાળવી રાખી હતી. ચોથી સીરિઝમાં દિવ્યાંશ 104.7, રુદ્રંકેશ 105.5 અને તોમર 105.7ની લીડ સાથે આગળ હતા. તેમણે પાંચમી અને છઠ્ઠી સીરિઝમાં પણ આ લીડ જાળવી રાખી હતી. મહત્વની વાત એ હતી કે ભારતીય શૂટરોએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. 

શૂટિંગ ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતે એશિયન ગેમ્સમાં વર્લ્ડ રેકોર્ડ સાથે આ પહેલો ગોલ્ડ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને રૂદ્રંકેશ પાટીલે 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ ચીનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.  ગયા મહિને જ ચીને બાકુમાં 1893.3 પોઈન્ટ મેળવ્યા હતા. હવે વર્લ્ડ રેકોર્ડ ભારતીય શૂટરોના નામે છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે મેન્સ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.  ભારતે 1893.7 પોઈન્ટ સાથે ચીનને પાછળ છોડી દીધું છે. ચીનના 1893.3 પોઈન્ટ હતા. જો આપણે વર્તમાન સ્ટેન્ડિંગ પર નજર કરીએ તો ભારત 1893.7 પોઈન્ટ સાથે ટોચ પર છે. કોરિયા બીજા નંબર પર છે. તેના 1890.1 પોઈન્ટ છે. ચીન ત્રીજા નંબર પર છે. તેના 1888.2 પોઈન્ટ છે. 

એશિયન ગેમ્સમાં બીજા દિવસે રોઇંગ ટીમે ભારતને સાતમો મેડલ અપાવ્યો હતો.  પુરુષોની ટીમ ઈવેન્ટમાં (ચાર ખેલાડીઓ), જસવિન્દર, ભીમ, પુનિત અને આશિષે 6:10.81ના સમય સાથે મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget