IND-W vs AUS-W CWG Final: ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે, ગોલ્ડના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ 9 રને હરાવ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામેના રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ટીમની 9 રનથી હાર થઈ છે.
![IND-W vs AUS-W CWG Final: ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે, ગોલ્ડના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ 9 રને હરાવ્યું India loses to Australia in the finals of women's cricket T20 wins silver medal IND-W vs AUS-W CWG Final: ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે, ગોલ્ડના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ 9 રને હરાવ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/f9dae4e2ec19777d470ea3eab89c87501659898414_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND-W vs AUS-W Final Live: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામેના રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ટીમની 9 રનથી હાર થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભારતીય મહિલા ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહિલા ટીમે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રિત કૌરે 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલીવાર છે જ્યારે મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની તક મળી છે.
તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સની પહેલી મેચમાં જ્યારે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો ત્યારે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે યોજાનારી ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય ટીમની હાર થઈ છે.
બંને ટીમ આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (C), તાનિયા ભાટિયા (WK), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંહ, રેણુકા સિંહ
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન: મેગ લેનિંગ (C), એલિસા હીલી, બેથ મૂની, રશેલ હેન્સ, ગ્રેસ હેરિસ, તાહલિયા મેકગ્રા, એશ્લે ગાર્ડનર, જેસ જોનાસન, મેગન શટ, ડાર્સી બ્રાઉન, એલાના કિંગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)