નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20માં ભારતની 4 રને હાર થઈ છે. વરસાદી વિઘ્નના કારણે મળેલી 174 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન કરી શકી હતી. પ્રથમ ટી20માં આક્રમક બેટિંગ (76 રન) કરી રહેલા ધવનની ઇનિંગ એળે ગઇ હતી.
ટૉસ હાર્યા બાદ ભારતે પ્રથમ ફિંલ્ડિગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે ઉતારી હતી. શરૂઆતમાં ખલીલે શોર્ટીને 7 રને પેવેલિયન મોકલ્યો હતો. બાદમાં કુલદીપે ફિન્ચને 27 રને અને ક્રિસ લિનને 37 રને આઉટ કર્યા હતા.
4/5
પ્રથમ ટી20માં મેક્સવેલે વિસ્ફોટક બેટિંગ કરતાં 24 બૉલમાં 4 છગ્ગા સાથે 46 રન ફટકાર્યા છે, જ્યારે બીજા છેડે માર્કસ ટોઇનીસ છે, તેને પણ 19 બૉલમાં 1 છગ્ગો અને 3 છગ્ગા સાથે 33 રન બનાવ્યા છે.
5/5
મેચ વરસાદી વિઘ્નના કારણે નિર્ધારિત ઓવરો કરતાં ઓછી ઓવરમાં રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટ ગુમાવીને 17 ઓવરમાં 158 રન ફટકાર્યા હતા. જોકે, ડકવર્થ લૂઇસના નિયમના કારણે ભારતને 17 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો