નવી દિલ્હીઃ કરોડો ક્રિકેટ ફેન્સને એક વખત ફરિ વર્ષના અંતે શાનદાર અને રોમાંચક ક્રિેટ સીરીઝનો આનંદ માણવા મળશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે જ્યાં ટીમ ટી20, ટેસ્ટ અને વનડે સીરીઝ રમશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાં વિરામ લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટીમમાં પરત ફરશે.
3/5
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરિઝમાં વિજય મેળવ્યો હતો. જેમાં રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. પરંતુ હવે ભારતીય ટીમની ખરી કસોટી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત એક પણ મેચ જીત્યું નથી. જોવાનું એ રહે છે કે, સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત કેટલી મેક જીતે છે.