શોધખોળ કરો

INDvAUS: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના આ રહ્યા કારણો, જાણો વિગતે

ભારતે મેચ જીતવા આપેલા 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો.

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું. વોર્નરે વન ડે કરિયરની 18મી અને ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. મેચ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 1-0ની લીડ લઈ લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.  ભારતની શરમજનક હાર માટે નીચે દર્શાવેલા કારણો જવાબદાર રહ્યા. મિડલ ઓર્ડરનો કંગાળ દેખાવઃ રોહિત શર્માની સસ્તામાં વિકેટ ગુમાવ્યા બાદ લોકેશ રાહુલ અને શિખર ધવને બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ બીજી વિકેટના રૂપમાં આઉટ થયા બાદ માત્ર 30 રનમાં જ ભારતે ચાર કિંમતી વિકેટ ગુમાવી હતી. આ કળમાંથી ટીમ ઈન્ડિયા ક્યારેય બેઠી ન થઈ શકી. ઉપરાંત પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારતીય બોલર્સ વોર્નર-ફિંચને રોકી ન શક્યાઃ 256 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ઓપનર્સ એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. 10 ઓવરમાં તેમણે 84 રન ફટકારી દીધા હતા. 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું. કોહલીના બેટિંગ ક્રમમાં બદલાવઃ વિરાટ કોહલી આજની મેચમાં નંબર ચાર પર બેટિંગ કરવા આવ્યો હતો. કોહલીએ લોકેશ રાહુલ માટે સ્થાન ખાલી કર્યું હતું પરંતુ ચોથો ક્રમ કોહલીને ફળ્યો નહોતો. ચોથા ક્રમે કોહલી ક્યારેય મોટો સ્કોર કરી શક્યો નથી. આજે પણ તે 16 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થયો હતો. INDvAUS: પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવ્યું, વોર્નર-ફિંચની સદી, સીરિઝમાં 1-0ની લીડ INDvAUS: પંતના બદલે રાહુલ કેમ કરી રહ્યો છે વિકેટકિપિંગ ? કારણ જાણીને ચોંકી જશો દિલ્હી ચૂંટણીઃ AAP એ તમામ 70 સીટ પર ઉમેદવારો કર્યા જાહેર, 15 વર્તમાન ધારાસભ્યોની કાપી ટિકિટ, જુઓ લિસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget