નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ પહેલા બન્ને ટીમ તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં ભૂમિકાને લઈને મહત્ત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે, કેવી રીતે ધોનીની હાજરીથી આખા ડ્રેસિંગ રૂમનો માહોલ શાનદાર રહે છે.
2/3
રોહીતે વધુમાં કહ્યું કે, તેમની હાજરીનું પરિણામ મેદાન પર પણ જોવા મળે છે. ટીમમાં તેમની હાજરીને કારણે આખી ટીમમાં શાંતિનો માહોલ જળાઈ રહે છે અને એ સીવાય કેપ્ટનને પણ પરોક્ષ રીતે ટેકો મળી રહે છે. મેચમાં એ જે નંબર પર બેટિંગ કરવા ઉતરે છે એ એકદમ બરાબર છે કારણ કે બેટિંગ ઑર્ડરમાં ફિનિશિંગ ટચ એકદમ જરૂરી હોય છે.
3/3
છેલ્લા કેટલાક સમયથી ધોનીનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે, તેમની બેટિંગ પણ કઇ ખાસ જાદૂ કરી રહી નથી અને એટલા માટે જ ટીમમાં તેમની હાજરીને લઇને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. વેસ્ટઇંડીઝ અને ઑસ્ટેલિયા વિરુદ્ધ રમાયેલી T-20 સિરીઝમાં તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જોકે આગામી 12 જાન્યુઆરીએ રમાવા જઇ રહેલી INDvAUS વન-ડે દ્વારા ટીમમાં તેમની વાપસી થશે.