શોધખોળ કરો
Advertisement
INDvAUS: આવતીકાલે પાંચમી વન ડે, રોહિત શર્મા બનાવી શકે છે આ ખાસ રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની પાંચમી અને અંતિમ વન ડે બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાશે. 4 મેચ બાદ બંને ટીમો 2-2ની બરાબરી પર છે. જેના કારણે પાંચમી વન ડે બંને ટીમો માટે કરો યો મરોનો જંગ બની રહેશે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ વન ડેમાં 359 રનનો રેકોર્ડ બ્રેક લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
રોહિતની 200મી વન ડે, 46 રન બનાવતાં જ બની જશે આ રેકોર્ડ
આવતીકાલની મેચમાં રોહિત શર્મા જો 46 રન બનાવશે તો તે સૌરવ ગાંગુલીના 8000 વન ડેમાં 8000 રનની બરોબરી કરી લેશે. ગાંગુલીએ આ સિદ્ધી 200મી વન ડેમાં મેળવી હતી અને સૌથી ઝડપી આ સિદ્ધી મેળવનારો વિશ્વનો ત્રીજો ક્રિકેટર હતો. સંજોગવશાત આવતીકાલની વન ડે રોહિતની 200મી વન ડે મેચ છે. વિરાટ કોહલીએ 175 ઇનિંગમાં આ સિદ્ધી હાંસલ કરી હતી અને તે નંબર વન પર છે, જ્યારે બીજા નંબર પર રહેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 182 ઈનિંગમાં 8000 વન ડે રન પૂરા કર્યા હતા.
ભારતનો નવમો ક્રિકેટર બની જશે
જો રોહિત શર્મા 46 રન બનાવી દેશે તો 8000 રન બનાવનારો ભારતનો નવમો ક્રિકેટર બની જશે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન આ સિદ્ધી મેળવી ચુક્યા છે.
રોહિત-ધવન પાસે પણ છે તક
અંતિમ વન ડેમાં રોહિત શર્મા અને ધવનની જોડી 62 રનની પાર્ટનરશિપ કરશે તો ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રનની પાર્ટનરશિપ કરનારી પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની જશે. વેસ્ટ ઈન્ડિઝની ગોર્ડન ગ્રીનીઝ અને ડેસમન્ડ હેન્સની જોડી ઓસ્ટ્રેલિયા સામે 1000 વન ડે રન ફટકારનાર એક માત્ર જોડી છે. સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી ઓસ્ટ્રેલિયા સામે 827 રન બનાવીને ત્રીજા નંબર પર છે.
Bharat Arun: But we would also like to try out different combinations not necessarily that those are the combinations that are going to be in World Cup. But we would like to know how people perform under different situations. So we can pick a better&balanced team for World Cup. https://t.co/oEwssFsuTi
— ANI (@ANI) March 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement