શોધખોળ કરો
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના, અહીં જુઓ આખુ શિડ્યૂલ
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના બે મહિનાના પ્રવાસ પર રવાના થઇ ગઇ છે. આ ટૂર કૉવિડ-19 મહામારીની વચ્ચે થઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સને રેકોર્ડ પાંચમો ખિતાબ જીતાડનારો રોહિત શર્મા અને ઇજામાંથી પરત ફરેલો ઇશાન્ત શર્મા આ ટીમ જોડાશે. આ બન્ને માત્ર ટેસ્ટ સીરીઝ જ રમશે. ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસનુ ફૂલ શિડ્યૂલ...... વનડે સીરીઝ પહેલી વનડે- 27 નવેમ્બર, સિડની બીજી વનડે- 29 નવેમ્બર, સિડની ત્રીજી વનડે- 1 ડિસેમ્બર, માનુકા ઓવલ ટી-20 સીરીઝ પહેલી મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની ટેસ્ટ સીરીઝ પહેલી ટેસ્ટ- 17-21 ડિસેમ્બર, એડિલેડ બીજી ટેસ્ટ- 26-31 ડિસેમ્બર, મેલબોર્ન ત્રીજી ટેસ્ટ- 7-11 જાન્યુઆરી, સિડની ચોથી ટેસ્ટ- 15-19 જાન્યુઆરી, બ્રિસ્બેન
વધુ વાંચો





















