શોધખોળ કરો
ટીમ ઇન્ડિયામાં હાર્દિક અને રાહુલના સ્થાને આ યુવા ક્રિકેટરોને અપાઇ તક, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદીત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વિજય શંકર અને શુભમાન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી હતી.
2/3

27 વર્ષના વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. શંકર પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે ગિલે તાજેતરમાં જ થયેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-19 વર્લ્ડકપની પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શુભમાન ગિલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, શુભમાન ગિલે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
3/3

બીસીસીઆઇના મતે ઓસ્ટ્રેલિયાન સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્ને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. વિજય શંકર ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝની સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ટીમમાં હશે જ્યારે શુભમાન ગીલને ફક્ત ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી શકે છે.
Published at : 13 Jan 2019 08:41 AM (IST)
View More





















