શોધખોળ કરો
Advertisement
પિંક બોલ હોય કે રેડ, શમીને નથી પડતો કોઇ ફેર; દરેક પરિસ્થિતિમાં કરે છે શ્રેષ્ઠ બોલિંગ, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના બોલર માટે કોઈ પણ સ્થિતિ પડકારજનક નથી. ભારતીય પેસ ત્રિપુટી કોઇપણ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ બોલિંગ કરી શકે છે.
નવી દિલ્હીઃ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આવતીકાલથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલથી ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. બંન દેશો પ્રથમ વખત પિંક બોલથી ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ મેચ પહેલા ભારતના વિકેટકિપર રિદ્ધિમાન સાહાએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના બોલર માટે કોઈ પણ પડકાર નથી. ભારતીય પેસ ત્રિપુટી કોઇપણ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ બોલિંગ કરી શકે છે.
(પિંક બોલ સાથે પ્રેક્ટિસ કરતાં શમી અને સાહા)
સાહાએ કહ્યું કે, બોલ પિંક કે લાલ, શમી માટે સરખી જ રહેશે. શમીએ તાજેતરની મેચોમાં શાનદાર દેખાવ કર્યો છે. તે કોઈપણ પરિસ્થિતિમાં સારો દેખાવ કરે છે. રાંચીમાં પણ તેણે શાનદાર દેખાવ કર્યો હતો. તે ગતિની સાથે રિવર્સ સ્વિંગ હાંસલ કરે છે.
(પિંક બોલ સાથે ભારતીય પેસ ત્રિપુટી- ડાબી બાજુથી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા)
સાહા અને શમીને ઘરેલુ ક્રિકેટમાં ડે નાઇટ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. બંને ખેલાડીઓ 2016માં ઇડન ગાર્ડન્સમાં સીએબીની સુપર લીગ ફાઇનલમાં ડે નાઇટ ક્રિકેટ રમી ચુક્યા છે. ભારતે બાંગ્લાદેશને સીરિઝની પ્રથમ મેચમાં ઇનિંગ અને 130 રનથી હાર આપીને શ્રેણીમાં 1-0ની લીડ લીધી હતી.
અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બેના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન
બિગ બોસની સ્પર્ધક પર ફિદા થયો આ બોલીવુડ એક્ટર, કહ્યું- લગ્ન કરવા પણ તૈયાર છું
યુવકને સગી ભાભી સાથે હતું અફેર, મરતી વખતે કહ્યું- પતિ અને દીકરીને........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion