સાઉથમ્પટનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝનો ચોથો મુકાબલો સાઉથમ્પ્ટનના રોજ બાઉલ મેદાનમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 246 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 9 વિકેટના નુકશાને 249 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારા 112 અને બુમરાહ 4 રને રમતમાં છે. ચેતેશ્વર પૂજારાએ કારકિર્દીની 15મી સદી ફટકારી હતી. પૂજારાએ 210 બોલમાં 11 ફોર સાથે 100 રન પુરા કર્યા હતા. કે.એલ રાહુલ 19 રન બનાવી સ્ટુઅર્ટ બોર્ડનો શિકાર બન્યો હતો. શિખર ધવન 23 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી 46 રને આઉટ થયો હતો.
2/3
ઈંગ્લેન્ડ તરફથી સૈમ કુરેને સૌથી વધારે 78 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે એકસમયે 36 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અલી 40 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 23, બટલર 21 રન, જેનિંગ્સ શૂન્ય રને આઉટ થયો હતો. એલિસ્ટર કુક 17 રને આઉટ થયો હતો. રૂટ 4 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો.
3/3
ભારત પ્રથમ બે ટેસ્ટ હારી ગયું હતું પરંતુ નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.