(Source: ECI/ABP News/ABP Majha)
Hockey World Cup 2023: આજે ભારત-જાપાન વચ્ચે ક્લાસિફિકેશન મેચ, ક્યારે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ
ક્લાસિફિકેશન મેચમાં આજથી ભારતીય ટીમમાં પણ એક્શમાં દેખાશે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાં નથી પહોંચી શકી.
IND vs JAP Hockey Match: ઓડિશામાં ચાલી રહેલા હૉકી વર્લ્ડકપ 2023 (Hockey Wc 2023) માં આજે (26 જાન્યુઆરી) થી ક્લાસિફિકેશન મેચ શરૂ થઇ રહી છે. એટલે કે જે ટીમ ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગઇ છે, તેમની વચ્ચે બેસ્ટ સ્થાન હાંસલ કરવા માટે જંગ શરૂ થઇ ચૂક્યો છે. આજે 9માંથી 16માં સ્થાન માટે કુલ 4 મેચો રમાશે. જીતનારી ટીમ આગળ જઇને 9માથી 12માં સ્થાન માટે મેચ રમશે. વળી, હારનારી ટીમને 13માંથી 16માં સ્થાન માટે મેચો રમવી પડશે.
ક્લાસિફિકેશન મેચમાં આજથી ભારતીય ટીમમાં પણ એક્શમાં દેખાશે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાં નથી પહોંચી શકી. આવામાં તેની પાસે હવે 9માંથી 16માં સ્થાન માટે મેચો રમવાનો ઓપ્શન રહી ગયો છે. ભારતીય ટીમ અહીં સર્વશ્રેષ્ઠ એટલે કે 9મું સ્થાન હાંસલ કરવા માંગશે. આ માટે સૌથી પહેલા તેને જાપાની વિરુદ્ધ જીત હાંસલ કરવી પડશે.
જાપાનની સરખામણીએ મજબૂત છે ટીમ ઇન્ડિયા -
જાપાનની ટીમ પૂલ બીમાં સૌથી છેલ્લા સ્થાન પર રહી હતી, તેને બેલ્જિયમ, જર્મની, અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની સરખામણીમાં ભારતીય ટીમ એકદમ મજબૂત દેખાઇ રહી છે. ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં પૂલ સ્ટેજમાં સ્પેન અને વેલ્સને હાર આપી ચૂકી છે, અને ઇંગ્લેન્ડ વિરુ્દ્ધ ડ્રૉ મેચ રમી હતી. વળી, ક્રૉસઓવર મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગઇ હતી.
ભારત અને જાપાન મેચ- ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને જાપાનની વચ્ચે મેચ 9માંથી 16માં સ્થાન માટે રમાશે. આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા હૉકી સ્ટેડિયમમાં રમાશે. મેચ આજે (26 જાન્યુઆરી), સાંજે 7 વાગે શરૂ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પર જોઇ શકાશે. જ્યારે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની + હૉટસ્ટાર એપ પર અવેલેબલ રહેશે.
🏑 | MATCHDAY | #HWC2023 | Head-to-Head|#OdishaForHockey #HockeyWorldCup2023 #HockeyComesHome #HockeyWorldCup pic.twitter.com/xtIKAuO7pu
— Odisha Sports (@sports_odisha) January 26, 2023
THE RED LIONS ARE IN THE SEMI-FINALS OF THE 2023 HOCKEY WORLD CUP! 🦁
— Candriam (@candriam) January 26, 2023
As a proud sponsor of @hockeybe, Candriam will be behind the @BELRedLions on Friday 27 January 2023 at 14.30 CET: BRING IT HOME GUYS! 🖤💛❤️
📷 Photos: https://t.co/I3UGwTOXQT#investing4tomorrow pic.twitter.com/wRKlo49X7u
With the Hockey World Cup fully underway, fans enjoyed a break from the action here in our magical world of wonder!
— Odisha Sports (@sports_odisha) January 25, 2023
Lighting up the night in Rourkela, Bhubaneswar, and Puri Beach, Olly's Land is a celebration of all things hockey!#HWC2023 #HockeyWorldCup#HockeyComesHome pic.twitter.com/rtnOt3fxZb