શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvNZ: બીજી T-20માં ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો કોનું કપાઈ શકે છે પત્તું
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ આજે ઑકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાશે. 5 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.
ઑકલેન્ડઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ આજે ઑકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાશે. 5 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12.20 કલાકે મેચ શરૂ થશે. બીજી ટી-20માં ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.
શાર્દુલ ઠાકુરનું કપાઇ શકે છે પત્તું
મોહમ્મદ શમી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જાળવી રાખશે. શાર્દુલ ઠાકુરના સ્થાને નવદીપ સૈનીને મોકો મળી શકે છે. જોકે સૈની તેની સ્પીડના કારણે વધારે નાના મેદાન પર વધારે રન આપી શકે છે.
કુલદીપ-ચહલ આવી શકે છે સાથે
ભારત પાસે વોશિંગ્ટન સુંદર બીજો સ્પિન વિકલ્પ છે. જો ભારત વધારાના સ્પિનર સાથે ઉતરશે તો ઑલરાઉન્ડર શિવમ દુબે ત્રીજા ફાસ્ટબોલરનો વિકલ્પ હશે. પ્રથમ ટી-20માં જાડેજા અને ચહલે સારું પ્રદર્શન કર્યુ હતું અને એક-એક વિકેટ લીધી હતી. કેપ્નટ કોહલી કિવિ બેટ્સમેનોને છગ્ગાની જાળમાં ફસાવવા કુલદીપ યાદવને પણ સામેલ કરી શકે છે. કુલદીપ અને ચહલ 2019નો વર્લ્ડકપ પૂરો થયા બાદ એક સાથે રમ્યા નથી.
બીજી ટી-20 માટે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
સિંગર અદનાન સામીને પદ્મશ્રી આપવા પર MNS એ ઉઠાવ્યો સવાલ, પૂછ્યું- આટલી ઉતાવળ કેમ ?
ખેડૂતો માટે માઠા સમાચાર, 27-28 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી
INDvNZ: આજે બીજી T-20, ટીમ ઈન્ડિયાની નજર સતત બીજી જીત પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion