નવી દિલ્હીઃ હેમિલ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઈ રહેલ ચોથા વનડેમાં ઘૂંટણિયે પડી ગયું છે. આખી સીરીઝમાં દમદાર રમનાર ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા છે. 33 રનના કુલ સ્કોર પર જ ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
2/3
કેપ્ટન રોહતિ શર્મા સાત રનના સ્કોર પર તો દવન 13 રન બનાવીને આઉટ થયા હતા. ડેબ્યૂ કરી હેલ શુભમન ગિલ પણ નવ રજ બનાવી શક્યો. ત્રણ બેટ્સમેન ટ્રેન્ટ બોલ્ટનો ભોગ બન્યા. રાયડુ અને કાર્તિક તો ખાતું ખોલ્યા વગર જ આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમે સૌથી ઓછા સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી.
3/3
આ પહેલા વર્ષ 2005માં બુલવાયોમાં ટીમે 34 રન પર પાંચ વિકેટ ગુમાવી હતી જ્યારે 1981માં ઓકલેન્ડમાં ભારતે 41 રન પર પાંચ વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડ માટે આમપણ હેમિલ્ટન મેદાન લકી રહ્યું છે. અત્યાર સુધી રમાયેલ 28 મેચમાંથી 19માં ટીમે જીત મેળવી છે.