શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: ત્રીજી ટી20માં જીત બાદ ભાવુક થયો વિરાટ કોહલી, કહ્યું- ન્યૂઝીલેન્ડ જીતની......
વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે, ‘એક સમયે અમને લાગ્યું કે અમે હારી ગયા. મેં મારા કોચને કહ્યું કે, તેઓ જીતના હકદાર હતા.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સુપર ઓવરમાં જીતની સાથે પાંચ મેચની સીરીઝમાં 3-0થી લીડ મેળવ્યા બાદ કહ્યું કે, ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. રોહિત શર્માએ સુપર ઓવરના અંતિમ બે બોલમાં છગ્ગા ફટકારીને ભારતે શાનદાર જીત અપાવી. ભારતે તેની સાથે જ ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટી20 સીરીઝ દીચી. ભારતને જીત માટે સુપર ઓવરમાં 18 રનની જરૂરત હતી પરંતુ પ્રથમ ચાર બોલમાં આઠ રન જ બનાવી શકી બાદમાં રોહિતે મિડવિકેટ અને લોંગ ઓફ પર છગ્ગા ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી.
વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે, ‘એક સમયે અમને લાગ્યું કે અમે હારી ગયા. મેં મારા કોચને કહ્યું કે, તેઓ જીતના હકદાર હતા. કેન વિલિયસમને 95 રનનો સ્કોર પર જે રીતે બેટિંગ કરી હતી, તેના માટે ખોટુ લાગી રહ્યું છે. અંતિમ બોલ પર અમે ચર્ચા કરી અને એ નિર્ણય પર પહોંચ્યા કે અમારે સ્ટમ્પ પર બોલ મારવો પડશે, જો અમે એમ ન કર્યું હોત તો પણ એક રન બની જાત.’
વિરાટ કોહલીએ કહ્યું, ‘રોહિતે અમારી ઇનિંગ અને અંતિમ બે બોલ પર શાનદાર બેટિંગ કરી. અમને ખબર હતી કે તે એક શોટ રમી લેશે તો બોલર તરત જ દબાણમાં આવી જશે.’
ન્યૂઝીલેન્ડને અંતિમ બોલ પર જીત માટે બે રનની જરૂરત હતી જ્યારે સામે છ વિકેટ પડી હતી પરંતુ મોહમ્મદ શમીએ મેજબાનની ટીમને જીતતા રોકી દીધી હતી. શમીએ અંતિમ ચાર બોલમાં માત્ર એક રન આપ્યો અને મેચને ટાઈ કરી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયસમને 48 બોલરમાં 95 રનની ઇનિંગ રમી ઉપરાંત સુપર ઓવરમાં પણ 11 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી ન શક્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion