શોધખોળ કરો
Advertisement
ભારતના વર્લ્ડકપ અભિયાનનો અંત, સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રનથી શરમજનક રીતે હરાવ્યું, જાડેજાની 77 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ
LIVE
Background
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં કિવી ટીમે ભારતીય ટીમને 50 ઓવરમાં 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
17:08 PM (IST) • 10 Jul 2019
વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી જાડેજાએ આક્રમક 77 રનની ઈનિંગ રમી હતી. ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની-જાડેજાએ 115 રનની ભાગીદારી કરી હતી. ભારતે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ હાર નક્કી થઈ ગઈ હતી. પરંતુ પંત (32 રન) અને પંડ્યા (32 રન)એ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપી હતી, પરંતુ આ બંનેએ મોટા ફટકા મારવાના પ્રયાસના વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 37 રનમાં 3, મિચેલ સેન્ટનરે 24 રનમાં 2 અને બોલ્ટે 42 રનમાં 2 વિકેટ લીધી હતી.
17:08 PM (IST) • 10 Jul 2019
19:19 PM (IST) • 10 Jul 2019
48.3 ઓવર ધોની 50 રન બનાવી થયો રન આઉટ, ભારત હાર તરફ
19:15 PM (IST) • 10 Jul 2019
47.5 ઓવર જાડેજા 77 રન બનાવી આઉટ, ધોની 4ર રને રમતમાં
19:00 PM (IST) • 10 Jul 2019
ધોની-જાડેજાએ 7મી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી
Load More
Tags :
England Vs India IND Vs NZ Ind Vs Nz World Cup Reserve Day Reserve Day History Reserve Day Semi Final World Cup 1999 Semi Finalગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion