શોધખોળ કરો
Advertisement
શમીએ આફ્રિકાના ખેલાડીને કર્યો બોલ્ડ, સ્ટંપના થઈ ગયા બે ટુકડા
શમીએ બીજી ઈનિંગમાં 10.5 ઓવરમાં 35 રનમાં 5 વિકેટ લીધી હતી. જેમાંથી 4 બેટ્સમેનોને તેણે ક્લિન બોલ્ડ કર્યા હતા.
વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. શમીએ બીજી ઈનિંગમાં 10.5 ઓવરમાં 35 રનમાં 5 વિકેટ લીધી હતી. જેમાંથી 4 બેટ્સમેનોને તેણે ક્લિન બોલ્ડ કર્યા હતા. તે જસપ્રીત બુમરાહ બાદ આ ઉપલબ્ધિ મેળવનારો બીજો ભારતીય ફાસ્ટ બોલર છે.
શમીએ તેની ઘાતક બોલિંગ દરમિયાન આફ્રિકાના બેટ્સમેન ડેન પીટને પણ બોલ્ડ કર્યો હતો. શમીના બોલની સ્પીડ એટલી હતી કે સ્ટંપના બે ટુકડા થઈ ગયા હતા અને નવા સ્ટંપ માટે થોડી રાહ જોવી પડી હતી. શમીની બોલિંગ પર આઉટ થતા પહેલા પીટે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે કામ ચલાઉ સ્પિનર રોહિત શર્માના બોલ પર બે રન લેવાની સાથે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પણ તસવીર શેર કરવામાં આવી છે.
બોલીવુડ એક્ટ્રેસે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ, બોલ્ડ અંદાજની તસવીરો થઈ વાયરલ અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા દુર્ગા પૂજામાં સામેલ થયા અમિતાભ-જયા સહિતના સેલેબ્સ, જુઓ તસવીરોView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement