શોધખોળ કરો
Advertisement
આવતી કાલે ભારત-આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ ધર્મશાલામાં રમાશે.
નવી દિલ્હીઃ વિન્ડિઝ પ્રવાસના દરેક ફોર્મેટમાં સુંપડા સાફ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે નવા પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આગામી એક મહિના સુધી ટીમ ઇન્ડિયાનો સામનો સાઉથ આફ્રિકા સાથે થશે. બન્ને ટીમની વચ્ચે 3-3 મેચની ટી20 અને ટેસ્ટ સીરીઝ રમાશે. આફ્રિકાની ટીમ ભારત આવી ગઈ છે.
ભારત અને આફ્રિકાની વચ્ચે સૌથી પહેલા ટી20 સીરીઝ રમાશે. સીરીઝ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે ટેસ્ટ સીરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ ધર્મશાલામાં રમાશે. જ્યારે બીજી મેચ મોહાલીમાં અને ત્રીજી ટી-20 બેંગલોરમાં રમાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં, બીજી પૂણેમાં અને ત્રીજી રાંચીમાં રમાશે.
આફ્રિકા પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
પ્રથમ ટી20 મેચ, 15 સપ્ટેમેબરથી ધર્મશાળામાં સાંજે 7 કલાકે શરૂ થશે.
બીજી ટી20 મેચ, મોહાલીમાં 18 સમ્ટેમ્બરે સાંજે 7 કલાકે શરૂ થશે.
ત્રીજી ટી20 મેચ બેંગલુરુમાં 22 સમ્ટેમ્બરે સાંજે 7 કલાકે શરૂ થશે.
પ્રથમ ટેસ્ટ મેચ, 2થી 6 ઓક્ટોબર સુધી વિશાખાપટ્ટનમમાં સવારે 9.30 કલાકે શરૂ થશે.
બીજા ટેસ્ટ મેચ, 10થી 14 ઓક્ટોબર સુધી પુણેમાં સવારે 9.30 કલાકે શરૂ થશે.
ત્રીજા ટેસ્ટ મેચ, 19થી 23 ઓક્ટોબર સુધી રાંચીમાં સવારે 9.30 કલાકે શરૂ થશે.
ભારતની ટેસ્ટ ટીમ - મયંક અગ્રવાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શુભમન ગિલ, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion